ભુજ-

આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભા ની ચુટણીઑ માં પંજાબ રાજ્ય માં યોજનારી ચુટણીમાં રાષ્ટ્રીય ભાજપ તરફ થી કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાને મોટી જવાબદારી આપતા ચુનાવ સહ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, પંજાબ માટે કેન્દ્રિય જલ શક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત ને પ્રભારી તથા કેન્દ્રીય આવાસ અને શહેરી મામલા, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પૂરી, કેન્દ્રિય વિદેશ મંત્રાલય અને સંસ્કૃતિ અને પર્યટન રાજયમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી અને સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાને સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે,

​સાંસદ ચાવડા એ જણાવ્યુ હતું કે રાષ્ટ્રીય ભારતીય જાનતા પાર્ટી એ મારામાં વિશ્વાસ મૂકી મને પંજાબ વિધાનસભા ચુટણી આયોજન માં સહ પ્રભારી તરીકે જવાબદારી સોપી છે, હૂઁ સંપૂર્ણ પણે ખંત વિશ્વાસ સાથે પ્રભારીશ્રી તથા સહ પ્રભારીશ્રીઑ સાથે સંકલન રાખી જવાબદારી પૂર્ણ કરીશ પંજાબમાં ભાજપને જલવંત જીત મળેના મારા પ્રયતન રહેશે. ​હાલમાં હું સાંસદ તરીકે કચ્છ – મોરબીની જનતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે સતત જાગૃત રહું છુ સાથે સાથે પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે ની જવાબદારી પણ નિભાવું છુ, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જે.પી. નડ્ડાજી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલજી એ મારામાં મુકેલ વિશ્વાસને સાર્થક કરવા પ્રતિબધ્ધ છુ તેમ સાંસદશ્રીએ જણાવ્યુ હતું.