ગાંધીનગર-

કચ્છના મુંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મળી એક સંયુક્ત નગરપાલીકાનો દરજજો અપાશે, જેના કારણે મુંદ્રા ગ્રામ પંચાયત અને બારોઈ જુથ ગ્રામ પંચાયતની એક સંયુક્ત નગરપાલિકા બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેરી વિકાસ ક્ષેત્રને વેગ આપતા બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કચ્છના મુંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મળી એક સંયુક્ત નગરપાલીકાનો દરજજો અપાશે, જેના કારણે મુંદ્રા ગ્રામ પંચાયત અને બારોઈ જુથ ગ્રામ પંચાયતની એક સંયુક્ત નગરપાલિકા બનશે. 

60 હજાર જેટલી ગ્રામીણ જનસંખ્યાને રોડ-રસ્તા-ગટર વ્યવસ્થા સહીતની સુવિધાઓ ઝડપથી પ્રાપ્ત થશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં અમદાવાદ જીલ્લાના સાણંદ નગરપાલીકા વિસ્તારની ખાનગી સોસાયટીઓમાં સી.સી.રોડના કામો માટે રૂા.2 કરોડની મંજુરી.