ભુજ-

કચ્છની ધરા સતત ભૂકંપના ઝટકાથી ધ્રુજી રહી છે. 5.42 વાગ્યે વહેલી સવારે 1.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી એકવીસ કિલોમીટર દુર નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અગાઉ દૂધઈ તેમજ ભચાઉમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી હતી. દૂધઈમાં રાત્રિના 12.12 વાગ્યે 3ની તીવ્રતાનો આંકકો અનુભવાયો હતો. જ્યારે ભચાઉમાં વહેલી સવારે 5.59 વાગ્યે 1.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. દુધઈમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ દૂધઈથી 8 કિલોમીટર દૂર તેમજ ભચાઉમાં અનુભવાયેલા આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિમી દૂર નોંધાયું હતું.  જેનું કેન્દ્રબિંદુ ભચાઉ બાદ દેશલપર પાસે હતું.