ભુજ-

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ગઈકાલે કચ્છમાંથી પાક.ની જાસૂસી એજન્સી આઈએસઆઈના એજન્ટની ધરપકડ કરી હતી, આ શખ્સ પાકીસ્તાનને ગુપ્ત માહિતી મોકલનારનો ખજાનચી હતો. મળતી માહિતી મુજબ ઉતરપ્રદેશની રાજધાની લખનૌમાં ગૌમતીનગર પોલીસ સ્ટેશનમાં આ વર્ષે 19મી જાન્યુઆરીએ કેસ નોંધાયો હતો. જે ચંદોલીથી પકડાયેલ આઈએસઆઈ એજન્ટ મોહમ્મદ રાશિદ સામે હતો. 

એનઆઈએ અનુસાર રાશિદે કેટલાક સંવેદનશીલ અને રણનીતિક રૂપે મહત્વના પ્રતિષ્ઠાનોની તસ્વીરો પાકીસ્તાન મોકલી હતી. એનઆઈએને જાણકારી મળી હતી કે કચ્છમાં રજાક કુંભાર નામની એક વ્યક્તિ આઈએસઆઈમાં એજન્ટો માટે ખજાનચીનું કામ કરે છે, તેરે પેટીએમથી રિઝવાન નામના વ્યક્તિના ખાતામાં રૂા.5 હજાર ટ્રાન્સફર કરેલા, જે પૈસા તેણે રાશિદને સોંપેલ. રજાકના ઘરમાંથી ગુપ્ત દસ્તાવેજો પણ જપ્ત કરાયા હતા.