દિલ્હી-

દેશમાં વધતા કોરોના કેસો વચ્ચે ઘણા રાજ્યોની કમીના સમાચારો સામે આવી રહ્યા છે પરંતુ સરકાર તરફથી વેક્સીનની કમીના દાવાને ફગાવવામાં આવી રહ્યા છે. વળી, આ દરમિયાન વેક્સીનની કમી પર વિપક્ષે સરકાર પર પ્રહાર કરવાનુ શરૂ કરી દીધુ છે. શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યુ કે દેશમાં વધતા કોરોના સંકટ વચ્ચે વેક્સીનની કમી એક અતિ ગંભીર સમસ્યા છે કોઈ 'ઉત્સવ' નથી.

રાહુલ ગાંધીએ વેક્સીનની નિકાસ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે દેશમાં એક તરફ વેક્સીનની કમી થઈ રહી છે જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર દેશવાસીઓના જીવ જાેખમમાં મૂકીને વેક્સીન નિકાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ શાસિત રાજ્યો સાથે ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર બધા રાજ્યોને કોઈ પક્ષપાત વિના મદદ કરે, આપણે સૌ મળીને જ આ મહામારીને હરાવી શકીએ છીએ.

તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં રાજસ્થાન, પંજાબ, ઓરિસ્સા અને હવે મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ વેક્સીનની કમીની ફરિયાદ કરી છે. જાે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને વેક્સીન માટે કહ્યુ છે કે દેશમાં વેક્સીનની કોઈ કમી નથી. ડૉક્ટર હર્ષવર્ધને વેક્સીન માટે કહ્યુ છે કે કોરોના વેક્સીનનો ૯ કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. રાજ્યો પાસે ૪.૩ કરોડનો સ્ટૉક છે. કમીનો સવાલ જ ક્યાં ઉઠે છે? અમે નિરંતર નિરીક્ષણ રાખી રહ્યા છે અને પુરવઠો વધારી રહ્યા છે.