પટના-
લાલૂ યાદવના વેવાઈ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી દારોગા રાયના પુત્ર ચંદ્રિકા રાય જેડીયુમાં સામેલ થયાં છે. આ સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી રામલખન સિંહ યાદવના પૌત્ર જયવર્ધન યાદવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એમએફ ફાતમીના પુત્ર ફરાઝ ફાતમી પણ જેડીયુમાં સામેલ થયાં. વિધાનસભાની ચૂંટણી પહેલા નીતિશ કુમારે આરજેડીના મુસ્લિમ-યાદવ સમીકરણમાં સેંધ લગાવી છે.
ચંદ્રિકા રાય છ વાર સારણ જિલ્લાના પરસા વિધાનસભા સીટ પરથી આરજેડી ધારાસભ્ય રહી ચુકયા છે. જુની મિત્રતાના કારણે લાલૂ યાદવે પોતાના પુત્ર તેજપ્રતાપના લગ્ન ચંદ્રિકા રાયની પુત્રી એશ્વર્યા સાથે કર્યાં. લગ્નના કેટલાંક મહીના બાદ અણબનાવને કારણે મામલો કોર્ટમાં ગયો છે.
ઉલ્લેખનિય છે કે, ગત લોકસભાની ચૂંટણીમાં ચંદ્રિકા રાય સારણ સીટ પરથી આરજેડીના ઉમેદવાર હતા. પરંતુ આ સીટ પર લાલૂના પુત્ર તેજપ્રતાપ યાદવે લાલૂ-રાબડી મેર્ચા હેઠળ તેમની સામે ઉમેદવાર ઉતાર્યો હતો અને તેજપ્રતાપે લોકોને ચંદ્રિકા રાયને વોટ નહી આપવાની અપીલ કરી હતી. તેજપ્રતાપની આ પગલાંને લઈને કોઈ કાર્યવાહી થઈ નહી અને ત્યારેથી ચંદ્રિકા રાય નારાજ હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments