કોરોનાનો ભય, મોંઘવારીનો માર..બધી જ પીડાઓ બાજુ પર મૂકીને લોકો દીવાળી પર્વનો આનંદ માણવા તૈયાર થઇ ગયા છે. કેટલીક કંપનીઓએ બોનસ વહેચ્યા, સરકારી કર્મચારીઓને પગાર અને મોંઘવારી ભથ્થાનું એરિયર્સ મળ્યું. તેમની પાસે તે વ્યવસ્થા નહતી. તમણે ભૂતકાળની બચતો બહાર કાઢી. લોકો ખરીદી માટે બજારમાં ઉમટી પડ્યા. રંગોળી, લાભ-શુભના સ્ટિકર,તોરણો, દીવડા,લાઇટીંગની સીરિઝો વગેરેની દુકાનો-લરીઓ પર લાઇનો પડી.સોશ્યલ ડિસ્ટન્સીંગ ભૂલાયું પણ ખરીદીનો આનંદ બેવડાયો.આખરે દીવાળી વરસમાં એક જ વખત આવે છે.