દાહોદ

 હિરેનભાઈ પટેલની હત્યા બાદ ચર્ચાના ચકડોળે ચઢેલી ઝાલોદ પાલિકા વધુ એક વખત ચર્ચામાં આવી છે. જેમાં હિરેન પટેલની હત્યા તથા અંતિમ અગ્રવાલની આત્મહત્યા બાદ ખાલી પડેલી વોર્ડ નં. ૫ તથા વોર્ડ નં.૬ ની બેઠકો ખાલી પડતા આ બંને બેઠકો પર હાલ પેટા ચૂંટણી યોજાનાર છે. આ બંને બેઠકોની પેટા ચૂંટણી માટે કુલ ૨૧ જેટલા ફોર્મ નો ઉપાડ થયો હતો. ત્યારે માત્ર બે જ બેઠકો માટે કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હિરેન પટેલ ના સ્થાને પુત્ર પંથ દ્વારા ભાજપ માંથી આજે શુક્રવારના રોજ ઉમેદવારી નોંધાવામાં આવતા ફરીથી ચર્ચાઓ એ જાેર પકડ્યું છે. તો વોર્ડ નંબર ૬ માં ભાજપ તરફ થી મહાસુખ કાનજીભાઈ ભાભોર દ્વારા ઉમેદવારી નોધાવવા માં આવી હતી. આમ શુક્રવાર સુધી કુલ સાત જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપ તથા કોંગ્રેસ એમ બંને પક્ષ તરફ થી બંને બેઠક પર ઉમેદવાર ઉતારી દેવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ તરફ થી વોર્ડ નંબર (૫)માં બાબુ માનસિંગ કટારા તથા વોર્ડ નંબર (૬) માંથી ધના મોતીભાઈ લુવાણાં નામના ઉમેદવારો ને ઉતારવામાં આવ્યા છે. આ બંને બેઠકોની પેટા ચૂંટણી માટે કુલ ૨૧ જેટલા ફોર્મ નો ઉપાડ થયો હતો. ત્યારે માત્ર બે જ બેઠકો માટે કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.