વલસાડ-

વલસાડ ડુંગરી નજીકમાં આવેલ બાલાજી વેફર કંપની સામે સુરત જતા હાઇવે રોડ ઉપર મોડી રાત્રે સર્જાયો અકસ્માત મુંબઈ સુરત તરફ જઈ રહેલા કન્ટેનરના બોનેટ માં આગ લાગ્યા ચલાક જીવ બચાવવા માટે કૂદી જતા કન્ટેનર હાઇવે ની વચ્ચો વચ પલટી ગયા બાદ કન્ટેનર માં લાગ લાગતા કલાકો સુધી ત્રાફિક જામ રહ્યો હાઇવે પર એક કિમિ લાંબો ત્રાફિક જામ.સર્જાતા વહેલી સવારે નોકરી ઉપર જતા અનેક કામદારો અટવાયા હતા.

મળતી માહિતી મુજબ વલસાડ નજીકમાં આવેલ ડુંગરી બાલાજી વેફર કંપની પાસે નેશનલ હાઇવે નમ્બર 48 ઉપર મુંબઈ તરફ થી સુરત જતા માર્ગ ઉપર વહેલી પરોઢિયે એક કન્ટેનર યાન ના દોરા ઓ ભરી ને જઈ રહ્યું હતું ત્યારે કન્ટેનર ના કેબિન માં અચાનક ધુમાડો નીકળવા મંડતા કન્ટેનર ચાલકે પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને હજુ કાઈ સમજે તે પહેલાં કેબિન માં આગ પકડી લેતા ચલાક કેબિન માંથી ઝંપલાવ્યું હતું અને કન્ટેનર હાઇવે ઉપર આગળ જઈ પલટી મારી ગયું હતું અને અચાનક આગ પકડી લીધી હતી જોકે આ ઘટના માં કોઈ જાનહાની બની નોહતી પરંતુ કન્ટેનર પલટી જતા તેમાં ભરેલ મોટા ભાગનો ભરેલો સામાન બહાર રોડ ઉપર વિખેરાયો હતો હાઇવે ઉપર બરાબર વચ્ચે કન્ટેનર પલટી મારી ને આગ લાગતા હાઇવે પર ત્રાફિક જામ સર્જાયો હતો સુરત તરફ જતા માર્ગ ઉપર એક કિમિ લાંબી વાહનો ની કતાર લાગી ગઈ હતી જોકે વહેલી સવારે અચાનક બનેલી ઘટના ને પગલે જિલ્લા ત્રાફિક પોલીસ ની ટિમ નો કાફલો સ્થળ ઉપર પોહચી ગયો હતો અને બે ક્રેન ની મદદ વડે હાઇવે ખુલ્લો કરવમાં આવ્યા બાદ ત્રાફિક હળવો થયો હતો. નોંધનીય છે કે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની બની ન હતી પરંતુ ત્રાફિક જામ થતા વહેલી સવારે નોકરીએ જનારા અનેક કામદારો ત્રાફિક જામ નો ભોગ બન્યા હતા.