વડોદરા, તા.૫ 

ઈન્દુ ગ્રૂપ છેલ્લાં ર૭ વરસોથી વડોદરા શહેર-જિલ્લામાં આરોગ્ય, શૈક્ષણિક અને વિવિધ સેવાકીય ક્ષેત્રે કાર્યરત છે. ઈન્દુ બ્લડ બેન્ક, ઈન્દુ નર્સિંગ સ્કૂલ, ઈન્દુ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ, ઈન્દુ આયુર્વેદા હોસ્પિટલ સહિતની સંસ્થાઓના માધ્યમથી ડો. વિજય શાહ સતત કાર્યશીલ રહ્યા છે. સમગ્ર મધ્ય ગુજરાતમાં કોઈ પણ આફત કે સેવાકાર્ય્માં સદાય અગ્રેસર ભૂમિકા ભજવેલ છે તે જ હેતુથી સમગ્ર દેશભરના વિદ્યાર્થીઓ ઘેરબેઠાં ઓનલાઈન મોક ટેસ્ટ આપી શકે તે માટે ઈન્દુ ગ્રૂપ દ્વારા સીએસઆર એક્ટિવિટીના રૂપે ઈન્દુ ડોટઈન ટેસ્ટ સીરિઝ આજે લોન્ચ કરવામાં આવી છે.

જેને ઈન્દુ ડોટઈન દેશભરના શ્રેષ્ઠ પ્રોફેસરો અને શિક્ષણવિદોના અનુભવથી તૈયાર કરેલ છે. આ પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓ દરરોજ પોતાના ઘેરબેઠાં ઓનલાઈન મોક ટેસ્ટ આપી શકે તેવી અત્યાધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. પોર્ટલનું લોન્ચિંગમાં રંજનબેન ભટ્ટ સાંસદ, સીમાબેન મોહિલે ધારાસભ્ય, દિલીપસિંહ અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ઉષાબેન શ્રોફ આચાર્યા સરદાર વલ્લભભાઈ વિદ્યાલય સહિત ઉપસ્તથિત રહ્યા હતા.