વડોદરા

ગુજરાત અને વડોદરા વૈશ્વિક દરજ્જાે કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે માટે એઈસીસી ગ્લોબલ દ્વારા આયોજિત ટોક શોનો આજથી પ્રારંભ થયો છે. આર.જે.ક્ષીતિજ હોસ્ટ કરી રહેલા આ શો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકવામાં આવશે.આ અંગે એઈસીસીના શ્રેયસ જાેશી અને આર.જે.ક્ષીતિજ બેન્કરે જણાવ્યું હતું કે, વડોદરાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સહકાર અને વાતચીત દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વૈશ્વિક દરજ્જાે કેવી રીતે પ્રાપ્ત કરી શકે તેના પર પ્રકાશ પાડનાર આ શોનું આયોજન એઈસીસી ગ્લોબલ દ્વારા સમાજસેવાના કાર્યો કરવાનો પણ એક પ્રયાસ હાથ ધરાશે, જે અંતર્ગત જરૂરિયાતમંદ સંસ્થાને ૫૧૦૦૦ની સહાય કરવામાં આવશે. એક સપ્તાહ સુધી ચાલનાર આ ચેટ શોમાં વડદરા સ્થિત વિવિધ મહાનુભાવોએ તેમની હાજરી આપી ગુજરાત પ્રત્યે પોતાના સુવિચાર અને ગુજરાતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપી પ્રશ્નોના ઉત્તર આપશે. આજથી શરૂ થયેલા આ ચેટ શોમાં મેયર કેયુર રોકડિયા, ભાર્ગસેતુ શર્મા, દેવાંશુ પટેલ, આયુષી ઢોલકિયા, મીરા ઈરડા સહિત ઉપસ્થિત રહ્યા હતા.