રાજકોટ,ગુજરાતના બે શહેરોમાં જાહેરમાં નોનવેજ અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. જેમાં એક રાજકોટ પણ છે. આ શહેરમાં સૌથી પહેલા પ્રતિબંધ લગાવાયો હતો. જાેકે, શહેરમાં અનેક લોકો એવા છે જે નોનવેજ અને ઈંડાનું વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આવામાં રાજકોટ પાલિકાએ આ માટેનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. મેયર પ્રદિપ ડવે શહેરના નાગરિકોની ફરિયાદો ઉપરથી જાહેરમાર્ગો ઉપર દિવસેને દિવસે ઉભી થઇ રહેલી ગેરકાયદે ઇંડા, ચિકન, મટનની લારીઓને હટાવવા ર્નિણયને લઈને આ બાબતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શહેરમાં જાહેર જગ્યા કે સ્કુલ પાસે મુખ્ય ચોક, મુખ્ય રાજમાર્ગો ઉપર ઇંડા, ચિકન-મટનની લારીઓનું દબાણ છે તે દુર કરવા એકશન પ્લાન ઘડી કાઢયો છે. જે અન્વયે ગઇકાલે સદરબજાર, ભીલવાસ રોડ, ફુલછાબ ચોક, શાસ્ત્રી મેદાન સામે રસ્તા પર દબાણ કરીને રાખવામાં આવેલી લારીઓને જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરી દેવાઇ છે.ે મેયરે જણાવ્યું કે, જાહેર રસ્તા પર નોનવેજની લારીઓ કે કોઇપણ પ્રકારની લારીઓનું દબાણ કરવું તે નિયમ વિરુદ્ધ છે. જાહેરમાં ચીકન, મટનનું પ્રદર્શન કરવા નહી દેવાય. આવા લારીધારકોને કોઇ જગ્યાએ લોકોની અવરજવર ન હોય કે નડતરરૂપ ન હોય તો જગ્યા આપવા તંત્ર વિચારી છે. પરંતુ હાલ તો જુદા જુદા વિસ્તારમાં આ ડ્રાઇવ ચાલુ રાખવા સૂચના આપતા ડે.કમિશ્નર એ.આર.સિંહ અને તેમની ટીમ રાત્રિ બજારોમાં ઉતરી પડી છે.