અમદાવાદ, વધતાં જતાં અને પડતર કેસનું ભારણ ઘટાડવા માટે સરકાર કમર કસી રહી છે ત્યારે સમાધાનકારી વલણ અખત્યાર કરીને બંને પક્ષો કેસનો ઝડપથી નિકાલ લાવે તેવા પ્રાયાસોન પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં કાર્યરત એડવોકેટ માટે સમાધાનકર્તાની વિશે, તાલીમ યોજાઇ છે. . આ તાલીમ સત્રનો પ્રારંભ સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ આર શાહે કરાવ્યો હતો.૨૩ નવેમ્બર સુધી ચાલનારા અને ૪૦ કલાકના વર્કશોપમાં દિલ્હીના મિડિયેશન એન્ડ કન્સિલિએશન કમિટી દ્વારા કેસોમાં સમાધાન કેવી રીતે કરી શકાય તે અંગે ખાસ તાલીમ અપાઇ રહી છે. કોઈ પણ પ્રકારના કિસ્સા કોર્ટ સમક્ષ આવતા હોય છે,ત્યારે તે સમાધાનની ફોર્મ્યુલા વતી નિકાલ થાય તેવો આગ્રહ રાખવામાં આવતો હોય છે. જેથી કરીને કોર્ટના કામનું ભારણ હળવું કરી શકાય. આ પ્રકારની તાલીમનું આયોજન ગુજરાત હાઈકોર્ટમાંથી રહ્યું છે. મોટાભાગે પારિવારિક વિવાદ અને મિલકતોને લગતા કેસની બાબતોમાં સમાધાનની ફોર્મ્યુલાથી બંને પક્ષો વચ્ચે ઉભા થયેલા વિવાદનો સમાધાન લાવી શકાય છે. જેના કારણે ન માત્ર કોર્ટ પરંતુ વકીલ પરથી પણ કામનું ભારણ હળવું થઈ શકે છે.આ તાલીમ કાર્યક્રમમાં કુલ ૪૮ લોકો ભાગ લઈ રહ્યા છે. જેમાં ૨૪ એડવોકેટ અને ૨૪ જયુડિશિયલ વિભાગના અધિકાર-કર્મચારી ભાગ લઈ રહ્યા છે. આ તાલીમ માં વિષયના નિષ્ણાતો મારફતે સમાધાન કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો સહિત તેને લગતા વિવિધ પાસાઓ અંગે જાણકારી આપવામાં આવી રહી છે.