વડોદરા, તા.૨૩ 

કોરોના વાયરસના કારણે સમગ્ર ગુજરાતની કેસો ગત સુધી માર્ચથી બંધ કરાઈ છે. જેને ચાર માસ જેટલો લાંબો સમય થઈજતાં જુનિયર વકિલોની આવક બંધ થઈ ગઈ છે અને આર્થિક પરિસ્થિતની મુશ્કેલી બની છે. કોરોનાની મહત્વની કાર્યવાહી ઈ ફાઈલીંગ થાય છે. ફિઝીકલી હિયરીંગ થતુ નથી. અનલોક ૧-૨માં સરકાર દ્વારા સરકારી કચેરીઓ સંસ્થાઓને છુટ અપાઈ છે. જયારે માત્ર કોર્ટ કાર્યવાહીને જ સ્થગિત રખાતાં વકિલોમાં રોષ સામે ભારે આક્રોશ- અસંતોષ ફેલાયો છે. જે માટે વડોદરા વકિલ મંડળે વારંવાર સુપ્રમી ને હાઈકોર્ટને તેમજ રાજય સરકારને વારંવાર રજુઆતો કરાઈ હતી. પરંતુ તેને ધ્યાને નહીં લેવાતાં વકિલોમાં ભારે આશ્ચર્ય સાથે અસંતોષ ફેલાયો છે. જે માટે વડોદરા વકીલ મંડળે વારંવાર સુપ્રીમને હાઈકોર્ટને તેમજ અન્ય સરકારને વારંવાર રજુઆતો કરાઈ હતી. પરંતુ તેને ધ્યાને નહીં લેવાતાં વકીલોમાં ભારે આશ્ચર્ય સાથે અસંતોષ ઉભો થયો છે.

ત્યારે વડોદરા બાર એસોશીએશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આજથી અહિંસક પ્રતિક ઉપવાસ સાથે ધરણાં કાર્યક્રમ શરુ કર્યો હતો અને દિવાળીપુરા અને જીલ્લા ન્યાયમંદિર કોર્ટ બહાર મુખ્ય ગેટ પાસે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. પ્રતિક ઉપવાસ પર બેઠેલા વકિલ મંડળમાં પ્રમુખ હસમુખ ભટ્ટ, સેક્રેટરી રીતેશ પ્રવિણચંદ્ર ઠકકર ખજાનચી સ્નેહલ સુતરીયા, કમિટી મેમ્બર્સ જેમ્સ મેકવાન, કોમબ કુકરેજા, નિમીષા ધોત્રે, દિવ્યેશ અમીન, વિનોદ બારોટ, વિઠ્ઠલ પ્રસાદ મગનલાલ પંડીત મળીને નવ વકિલ સહિત અન્ય ઉપસ્થિત વકીલો સાથે પોલીસનું ધર્ષણ થયુ હતુ અને આખરે પોલીસે નવ ઉપવાસ પર બેઠેલા વકિલોની ટીંગાટોળી કરીને અટકાયત કરી પોલીસવાનમાં બેસાડયા હતા.