વડોદરા, તા.૧૫ 

બીસીએના નિમંત્રણ પર વડોદરા આવી તમામ વયજૂથના ૪૦ સ્પિનરોને માર્ગદર્શન આપી રહેલા લીજેન્ડ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામ કૃષ્ણને સાસા સ્પીનર્સ મળી શકે તે માટે યોગ્ય તાલીમ આપવા કોચીસ અને એકેડમીની જરૂર છે. સ્પીન બોલીંગ એ આર્ટ છે. અને વડોદરાથી સારા સ્પિનરો બહાર આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.

કોરોનાના કારણે આ વર્ષે ક્રિકેટ માટે ઓફ સિઝન જેવુ થઇ ગયું છે. પરંતુ બીસીએ દ્વારા વડોદરાના ક્રિકેટરોને દિગ્ગજાેનું માર્ગદર્શન મળી રહે તે માટે સેમીનાર, મોટીવેશન સ્પીચ વગેરેનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત વડોદરાના તમામ એજ ગૃપના સ્પિનરોને માર્ગદર્શન મળે તેમજ બોલીંગ વધુ અસરકારક બને તે ઉદ્દેશ સાથે ભારતીય ટીમના ભૂતપૂર્વ લેગ સ્પિનર્સ લક્ષ્મણ શિવરામ કૃષ્ણનના ૧૦ દિવસિય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વય જૂથના ૪૦ પ્લેયર્સ ભાગ લઇ રહ્યાં છે.આજે ૧૦ દિવસિય કેમ્પના ચોથા દિવસે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ૧૯૯૮માં વડોદરાની ટીમમાંથી રણજી રમ્યો છું. એટલે વડોદરા મારૂ બીજુ ઘર છે. તે જ્યારે રમતા હતા ત્યારે એટલી ટેકનીક ન હતી. પરંતુ તે સમયના તેમજ ૨૦ વર્ષથી કોમેન્ટ્રી કરી રહ્યા છે. તેના આંતરરાષ્ટ્રીય કક્ષાના વિવિધ સ્પિનર્સને જાેઇને મેળવેલા અનુભવોના આધારે કેવી રીતે અસરકાર સ્પિનર્સ બની શકે તેનું માર્ગદર્શન આપી રહ્યાં છે. પ્રથમ દિવસે સ્પિનર્સનું વિડીયો એનાલિસ્ટ કરી પ્રત્યેક બોલર્સ મુજબ અલગ અલગ ટેકનીક અને તેનું સોલ્યુશન આપવા પ્રયાસ આગામી ૬ દિવસમાં કરાશે. તેમણે દેશમાં સારા સ્પિનર્સ માટે કોચીસ અને યોગ્ય તાલીમ માટે એકેડમીની જરૂર હોવાનું કહ્યું હતું. કોરોનામાં એકમાત્ર બીસીએ એવું એસોસિએશન છે કે જેણે સ્પીન બોલર્સ માટે વિશેષ કેમ્પનું આયોજન કર્યું છે.

બીસીએના સીઇઓ શીશીર હટ્ટંગડીએ જણાવ્યું હતું કે વડોદરાએ ભારતીય ટીમમાં ઘણા સારા ક્રિકેટર્સ આપ્યા છે અને સારા સ્પિનર્સ પણ આપી શકે અને વડોદરાના યંગ સ્પિનર્સને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે આ કેમ્પનું આયોજન કરાયું છે. આ પ્રસંગે બીસીએ મિડીયા કમિટીના ફોરમેન સત્યજીતસિંહ ગાયકવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.