અમદાવાદ-

અમદાવાદ કોર્પોરેશામ માં ઘણા કેટલા સમયથી વિપક્ષ નેતા માટેની જગ્યા ખાલી પડી છે. કોર્પોરેશન ની તમામ બોડી અને ચેરમેન ની નિમણૂક થઈ ગઈ છે. પરંતુ હજી સુધી વિપક્ષ માટે હજી સુધી કોઈ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી. ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હાલ માં ચેતન રાવલ છે. જેમની જગ્યા હવે કોર્પોરેશન ના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ને બનાવી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે કોર્પોરેશન માં વિપક્ષ તરીકે શાહનવાઝ પઠાણ ને બનાવી શકે છે. અઠી વર્ષ માટે વિપક્ષ નેતા બની શકે છે.

ત્યારે આ વિષે લોકસત્તા જનસત્તા સાથે વાત કરતાં કોર્પોરેશન ના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા એ જણાવ્યુ હતું હમણાં મને આ બાબતની કોઈ જાણ નથી પરંતુ જો પાર્ટી મને આ જવાબદારી આપશે તો હું એ જવાબદારી ને પૂરી રીતે નિભાવીશ. પાર્ટીનો નિર્ણય છે કે કોને શું હોદ્દો આપવો આખરી નિર્ણય પાર્ટી લેશે. ત્યારે શાહનવાઝ પઠાણ પણ યંગ છે અને તેના સમુદાય માં ખૂબ જ એક્ટિવ છે. ત્યારે આ નામ વિષે પણ પાર્ટી વિચારી શકે તેમ છે. હાલમાં કોર્પોરેશનમાં ખૂબ નિરસતા જોવા મળી રહી છે. જો વિપક્ષ નેતા કોર્પોરેશન ને મળશે તો કોર્પોરેશન ધમધમતું જોવા મળશે. અગાઉ દિનેશ શર્મા પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂક્યા છે જેઓ કોર્પોરેશ ને ખૂબ જ નજીક થી જાણે છે. જ્યારે શાહનવાજ એક કોર્પોરેટર છે અને તે પણ કોર્પોરેશના કામ ખૂબ જ સારી રીતે જાણે છે. જેથી વિપક્ષ નેતા તરીકે જનતાના પ્રશ્નો ને તે વાચા આપી શકે છે.