મુંબઇ

દિલ્હી કેપિટલ્સના સ્પિનર રવિચંદ્રન અશ્વિને એલાન કર્યુ છે કે, તે આઇપીએલ 2021 ની હાલની સિઝનમાં થી બ્રેક લઇ રહ્યો છે. કારણ કે તે પોતાના પરિવારને સપોર્ટ કરવા માંગે છે. જે હાલમાં કોરોના વાયરસની મહામારીને લઇને લડાઇ લડી રહ્યો છે. અશ્વિનએ આઇપીએલ 2021 માં અંતિમ મેચ રવિવારે રાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમી હતી. ત્યાર બાદ તેણે ટ્વીટર ના માધ્યમ થી બ્રેક લેવાની ઘોષણાં કરી હતી.

અશ્વિને પોતાના ટ્વીટર હેન્ડલ મારફતે પોષ્ટ કરીને લખ્યુ હતુ કે, હું આ વર્ષે આઇપીએલ થી બ્રેક લઇ રહ્યો છુ. મારુ પરિવાર કોરોના સામે લડાઇ લડી રહ્યુ છે. હું હાલના મુશ્કેલ સમય દરમ્યાન તેમનો સપોર્ટ કરવા માંગુ છું. જો બધુ ઠીક દીશામાં હશે તો, હું રમતમાં પરત ફરવાની પણ આશા રાખી રહ્યો છુ. આભાર દિલ્હી કેપિટલ્સ.

આ ટ્વીટને લઇને દિલ્હી કેપિટલ્સે પણ એક ટ્વીટ કર્યુ હતુ કે, આ મુશ્કેલ સમયમાં અમે આપને પુરુ સમર્થન કરીએ છીએ આર અશ્વિન. દિલ્હી કેપિટલ્સ આપ અને આપનુ પરિવાર તેમજ તમામ તાકાત અને પ્રાર્થનાઓ મોકલી છે, જોકે આર અશ્વિન એ એ વાતનો ખુલાસો નહોતો કર્યો કે તેમના પરિવારમાંથી કોણ કોરોના વાયરસ સંક્રમિત છે.

દિલ્હી કેપિટલ્સ તરફ થી જારી કરવામાં આવેલા અધિકારીક નિવેદનમાં એ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે, જો બધુ ઠીક રહેશે તો તે આઇપીએલમાં પરત ફરશે. જોકે હવે એવાતની આશાઓ પણ ઓછી છે. કારણ કે આઇપીએલ 2021 ના બાયોબબલમાં સામેલ થવા માટે ઓછામાં ઓછા સાત દીવસ માટે ક્વોરન્ટાઇન થવુ પડશે. આ જ કારણે હવે કદાચ જ અશ્વિન દિલ્હી માટે રમતો નજર આવી શકે છે.