ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. આ ર્નિણય અનુસાર હવે ધારાસભ્યો તેમને મળતી ગ્રાન્ટમાંથી મેડિકલ સુવિધાના સાધનો માટે સીધી ફાળવણી કરી શકશે. અગાઉ તેમણે જીએમએસસીએલને ગ્રાન્ટ ફાળવવી પડતી હતી.ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે તેને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા નિત-નવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ર્નિણય મુજબ ધારાસભ્યો તેમને મળતી ગ્રાન્ટનો પોતાના વિસ્તારમાં મેડિકલ સુવિધા માટેના સાધનો, સારવાર માટેના ઉપયોગી સાધનો ખરીદવા માટે ઉપયોગ કરી શકશે. અગાઉ ધારાસભ્યો તેમને મળતી ગ્રાન્ટનો ઉપયોગ આવી કામગીરી માટે કરવા માંગતા હોય તો પણ તેમણે આ માટેની રકમને જીએમએસસીએલ-ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડને ફાળવવી પડતી હતી. પરંતુ આ ર્નિણય બાદ ધારાસભ્યો તેમની ગ્રાન્ટને સીધી તેમના વિસ્તારમાં ફાળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા આ ર્નિણયની સાથે જીએમએસસીએલ અમ્રફત ગ્રાન્ટ વાપરવાનો જે જૂનો નિયમ હતો. તેને હટાવવાનો પણ ર્નિણય લેવાયો હતો. આ ઉપરાંત મેડિકલ સુવિધા માટે રૂપિયા ૨૫ લાખ સુધીની રકમ વાપરી શકાતી હતી, તે નિયમને આજની કેબિનેટની બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો.