મુંબઈ-

દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)માં ફૉરેન ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સને ૨૦ ટકા સુધી ઇનવેસ્ટમેન્ટની મંજૂરી આપવા પર કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. LICને આ ફાઇનેન્શિયલ વર્ષમાં લિસ્ટ કરવાની યોજના છે. આ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોઈ શકે છે.

LICમાં હિસ્સેદારી વેચીને સરકાર ૧૨.૨૪ અરબજ ડૉલર સુધી એકત્ર કરવાનું લક્ષ્ય છે. કેન્દ્રીય મંત્રિમંડલે હાલમાં LICમાં હિસ્સો વેચવા માટે મંજૂરી આપી હતી. કંપનીના IPO માટે મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરવામાં આવી રહી છે.

નાણામંત્રી ર્નિમળા સીતારમણની આગેવાનીવાળા એક પેનલ કંપનીમાં કેટલો હિસ્સાની માત્રા નક્કી કરશે. LICના IPO માટે સરકારે કાયદામાં સુધારો કર્યો છે. LICએ અન્ય લિસ્ટેડ કંપનીની જેમ ક્વાર્ટર બેલેન્સ શીટ તૈયાર કરવી પડશે.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ રૂલ્સમાં ફેરફાર કરી એક લાખ કરોડ રૂપિયાથી વધુ વેલ્યૂએશન વાળી કંપનીને તેની કુલ વેલ્યૂના ૫ ટકા IPOમાં વેચવાની મંજૂરી આપી છે. LICના IPO આવ્યા પછી દેશમાં ઇન્શ્યોરેન્સ બિઝનેસનો લગભગ ૬૦ ટકા લિસ્ટેડ કંપનીઓ પાસે રહેશે.