અમદાવાદ, નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્ર ના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત માં પ્રવેશે છે. ગુજરાત માં ધીમે ધીમે ચોમાસા ની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા ૮ વર્ષની સરખામણી વહેલું છે. ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ માં પણ વરસાદની લોકો રાહ જાેઇ રહ્યાં છે. ૧૫ જૂન સુધી અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. શનિવારે અમદાવાદ સહિત પાંચ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી કરી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ૫ દિવસ વેહલું બેઠું છે. ૧ જૂનના રોજ કેરળમાં ચોમાસાની દસ્તક દે છે પરંતુ આ વર્ષે ૩ જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ બંગાળની ખાડીમાં ઉત્તર તરફ લો પ્રેસર અને અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમના પવનો વધુ તેજ બનતાં નેઋત્વ ચોમાસું ઝડપી બન્યું હતું.

રાજ્યમાં આગામી ૫ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી છે. તો અમદાવાદમાં ૧૫ જૂનની આસપાસ પડી શકે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. અમદાવાદ  ની સાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી ૧૫ થી ૧૬ જૂન સુધીમાં વરસાદ થશે તેવી હવામાનવિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદનીસાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી ૧૫ થી ૧૬ જૂન સુધીમાં વરસાદ થશે. જયારે આગામી ૫ દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

૧૫મી પહેલા ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે

રાજકોટ, ર્ષોથી એ પરંપરા ચાલી આવે છે કે, વાવણી માટે ખેડૂતો ભીમ અગિયારસની રાહ જાેતા હોય છે ત્યારે જાે અષાઢી બીજના વરસાદ આવે તો લોકો એવું પણ માને છે કે, વરસાદ એક માસ મોડો આવશે. સામે ગ્લોબલ વોર્મિંગના કારણે રાબેતા મુજબ નૈઋત્યનું ચોમાસું જૂન માસમાં બેસતું તે એક માસ મોડું બેસે છે, ત્યારે ફરી આ વર્ષે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ૧૫ જૂન પહેલા બે દિવસ અગાઉ અટેલે ૧૩ જૂનના રોજ ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે અને જૂન માસના અંત સુધી વાવણી લાયક એટલે ૪ થી ૫ ઇંચ વરસાદ પડી શકે છે, અને આ વર્ષે સૌરાષ્ટ્રમાં સરેરાશ ૩૬ ઇંચ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવેલી છે.

જે એવરેજ કરતા ૧ ઇંચ વધુ છે. વધુમાં હિન્દ મહાસાગર પરથી જે પવન આવે છે તે ભેજ સાથેનો હોવાથી તીવ્ર ગતિએ ચોમાસું આગળ વધે છે.સાથોસાથ દર વર્ષે ચોમાસની પેટર્ન અલગ-અલગ હોય છે અને સામે અલ-નીનો અને લા-નીનોની અસર પણ જાેવા મળે છે. ત્યારે જાે અલ-નીનોની અસર વર્તાઈ તો જે વાદળો બનતા હોય તે બંધાઈ શકે નહિ અને વરસાદ મોડો વરસે, પરંતુ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમી પવન વધુ તીવ્ર બનતા વાદળો ઘેરાઈ રહ્યા છે અને સાથે બંધાઈ પણ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર પર અપરએર સાઈક્લોનિક સક્ર્યુલેશન સર્જાશે તો વરસાદ પણ સારો વરસશે. બીજી તરફ બપોર બાદ જે વાદળો ઘેરાશે, તે વરસાદ લાવવામાં ખૂબજ અસરકારક સાબિત થશે. ત્યારે આ વર્ષે આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં ૩૬ ઇંચ જેટલો કુલ વરસાદ પડશે. ચોમાસા પૂર્વે જે વરસાદ વરસશે તેનાથી બફારાનું પ્રમાણ સતત વધશે. ગત વર્ષે રાજકોટમાં ૧૨૨૨ મી.મી. વરસાદ એટલે ૪૯ ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે આ વર્ષે જે સિસ્ટમ સક્રિય બની છે, તેને જાેતા ચોમાસું સામાન્ય રહેશે. રાજકોટમાં વર્ષ ૨૦૧૦માં સર્વાધિક વરસાદ નોંધાયો હતો, જેમાં કુલ ૬૦.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.