અમદાવાદ,તા.૨૬ 

શહેરમાં ધીરે-ધીરે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ત્યારે હવે લોકો બેફામ બની માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર રોડ પર બિન્દાસ્ત ફરતા જાેવા મળી રહ્યા છે.

રવિવારે વહેલી સવારે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર યુવાનો મોટી સંખ્યામાં ક્રિકેટ રમવા માટે એકઠા થયા હતા. જાેકે પોલીસ આવતા નાશભાગ મચી ગઈ હતી. ત્યારબાદ હવે એલિસબ્રિજ પાસે ગુજરી બજારમાં પણ લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કોરોના વાઈરસનો ડર જ ના હોય તેમ લોકોની માલ-સામાન લેવા માટે ગુજરી બજારમાં ભારે ભીડ જામી હતી. આ સમયે બજારમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ન પહેરવા સહિતની પણ બેદરકારી જાેવા મળી હતી. બીજી તરફ થયા હતા. ત્યારે જાે આ ભીડમાંથી કોઈ એકને પણ કોરોના વાઈરસ હોય તો મોટા પ્રમાણમાં લોકલ સંક્રમણનો ખતરો બની શકે છે. જાેકે આ પ્રમાણે લોકો એકસાથે એકઠા થતા શહેર પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.