અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગુ વાગી ગયું છે. તમામ પક્ષો આ ચૂંટણીની તડામાર તૈયારીઓમાં પણ લાગી ગયા છે. બીજી તરફ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે અમદાવાદની મુલાકાત કરવાના છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અમદાવાદની ૨ વિધાનસભામાં કાર્યકરોને પ્રદેશ પ્રમુખ સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે સીઆર પાટીલ અમદાવાદ શહેરના વટવા અને અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્ર માં પેજ પ્રમુખોને આઈકાર્ડનું વિતરણ કરવામાં આવશે. બીજી તરફ વટવામાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમરાઈવાડીમાં જગદીશ પટેલ હાજર રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ અમદાવાદમાં ભાજપ પ્રમુખનો પહેલો કાર્યક્રમ છેપઅમદાવાદમાં મિશન ૧૭૨ પ્લસ માટે ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે.