ભાવનગર-

ગુજરાતની 6 મનપાની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પણ 21મીએ યોજાવાન છે. જોકે, ચૂંટણી પહેલા ભાવનગરના મહિલા નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરના કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના કરચલીયા પરાના પૂર્વ મહિલા કોર્પોરેટર ગીતાબેન મેરે પાર્ટીમાં અવગણા થતા આપ્યું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પ્રાથમિક સ્ભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ દ્વારા ટીકીટના આપતા રાજીનામું આપ્યું છે. ગીતા મેરે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસ મહિલાઓનું સન્માન કરવામાં ઉણી ઉતરી છે અને પછાત વર્ગની મહિલાઓ સાથે અન્યાય થતો આવ્યો છે. તેમણે આગામી ચૂંટણીઓમાં ટિકિટ વહેંચણીમાં વ્હાલા દવલાની નીતિ ચાલતી હોવાનો આક્ષેપ કરીને કહ્યું છે કે, ચોક્કસ આગેવાનોની ગમતી વ્યક્તિને ટિકિટ આપીને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે.