સુરત-

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. હવે તો કોરોનાની ચપેટમાં ગ્રામીણ વિસ્તારો પણ આવી રહ્યા છે, ત્યારે અનેક નાના શહેર-ગામો સ્વૈચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે. ત્યારે વધુ બે શહેરોએ લોકડાઉન નો નિર્ણય લીધો છે.

તાપી જિલ્લાનું સોનગઢ  પણ આવતી કાલથી સ્વૈચ્છિક બંધ થશે. સોનગઢ આગામી 15 તારીખથી બંધ થશે. સોનગઢ નગર પાલિકા દ્વારા વેપારી મંડળ સાથે ચર્ચા કર્યો બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી સોનગઢમાં લોકડાઉન રહેશે. માત્ર દૂધ અને દવા સહિત આવશ્યક ચીજવસ્તુની દુકાનો ચાલુ રહેશે. જિલ્લાના વ્યારા અને સોનગઢ શહેર આવતીકાલથી એક સપ્તાહ માટે લોકડાઉન થશે. શાકભાજી અને ફ્રુટની દુકાનો સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 

જામનગરના જામજોધપુર પંથકમાં વધતા કોરોનાના કેસોના પગલે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આગામી 17 થી 20 ચાર દિવસ સંપૂણ લોકડાઉન રહેશે, જેમાં મેડિકલ ઇમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ રહશે. 21 એપ્રિલ થ સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યે સુધી દુકાનો ખુલી રખાશે, જેનો અમલ 30 એપ્રિલ સુધી કરવામાં આવશે. નગરપાલિકા ખાતે મળેલ વિવિધ વેપારી એસોસિએશન, સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓનો મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.