મુંબઇ,તા.૬

જ્યાં લોકો એકબાજુ લોકડાઉનથી પરેશાન છે, ત્યારે બીજી તરફ મહારાષ્ટÙના અહમદનગરના ગામવાસીઓએ નક્કી કર્યું છે કે તેઓ હવે દરવર્ષે લોકડાઉન લાગુ કરશે. કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું હતું અને હવે ધીમે-ધીમે ચરણબદ્ધ રીતે તેને હટાવાઈ રÌšં છે, પરંતુ લોકડાઉને મહારાષ્ટÙના અહમદનગરવાસીઓને ઘણા પ્રભાવિત કર્યા છે અને તેની એવી અસર થઈ છે કે નગર પંચાયત સમિતિએ દરવર્ષે આઠ દિવસનું લોકડાઉન રાખવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. અમહદનગર પંચાયત સમિતિના રામદાસ ભોરે જણાવ્યું કે, આ લોકડાઉને અમને પરેશાની જ નથી આપી પરંતુ ઘણુ બધુ શીખવ્યું છે. 

કોરોના વાયરસની કપરી Âસ્થતિમાં પણ ખેડૂતો પોતાનું કામ કરી રહ્યા હતા. કોરોના સંકટે શહેર અને ગામના લોકોને ઘણું બધું શીખવી દીધું છે. આ કારણે જ અહમદનગર પંચાયત સમિતિએ આ નિર્ણય લીધો છે કે હવે ધરતીને પણ થોડો આરામ આપવો જરૂરી છે. આથી ૧૦૫ ગામના લોકોએ એક મતથી આ પ્રસ્તાવ પસાર કર્યો છે કે દરવર્ષે મે મહિનામાં ૮ દિવસ ગામડાઓમાં સંપૂર્ણ રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. જેમાં ગામની બધી દુકાનો બંધ રહેશે, સાથે જ ખેડૂતો ખેતીના તમામ કામ બંધ રાખીને લોકડાઉનનું પાલન કરશે.મહાત્મા ગાંધી પોતાના જીવનકાળમાં ગામડાઓ પર ખાસ ધ્યાન રાખવા અને ‘ગામ તરફ ચલો’ની વાત કરતા હતા પરંતુ ત્યારે તેમની વાતને ગંભીરતાથી નહોતી લેવાઈ. પરંતુ અહમદનગરના ગામલોકોએ ગાંધીજીના આ સૂત્રને પોતાના મનમાં બેસાડી દીધું છે. કોરોના વાયરસના કારણે લોકો શહેરોથી પોતાના ગામમાં પાછા આવ્યા છે અને ખેતીના કામમાં જાડાયા છે. શહેરની ભપકાદાર લાઈફસ્ટાઈમાંથી ગામમાં આવતા લોકોની જિંદગીમાંથી આરામ ગાયબ થઈ ગયો હતો. આ જ આરામ અને સુખને પાછા લાવવા લોકડાઉનનો પ્લાન બનાવાયો છે. આ ૮ દિવસોમાં વિકાસ અને તેના પર અલમ કરનારી યોજનાઓ પર કામ કરાશે. લોકોના શ્રમદાન દ્વારા ગામના વિકાસ કાર્યો કરાશે.મે મહિનામાં આઠ દિવસ ગામડાઓમાં લોકડાઉન