દિલ્હી,

દેશના અનેક રાજયોમાં કોરોનાવાયરસ ના કેસ માં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે મણિપુરમાં તા. ૧૫ મી જુલાઇ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે એ જ રીતે મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી ઠાકરેએ પણ એમ કહ્યું છે કે મહારાષ્ટ્ર્ર માં તા. ૩૦મી જૂન પછી પણ નિયંત્રણો ચાલુ રહેશે.

આ ઉપરાંત તામિલનાડુ ગોવા ઓરિસ્સા અને આસામમાં પણ નિયંત્રણો લંબાવવામાં આવી રહ્યા છે. મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરકારોએ ઘરે–ઘરે ચેકિંગ કરવાની જાહેરાત કરી છે અને ગમે તેમ કરીને કોરોનાવાયરસ ને કાબુમાં કરવા માટે તેમણે પણ નિયંત્રણો કેટલાક હોટ સ્પોર્ટ વિસ્તારોમાં ચાલુ રાખવાની જાહેરાત કરી છે. 

તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક ,બંગાળ અને મહારાષ્ટ્ર્રમાં રવિવારે પણ નવા કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો હતો. જોકે મણિપુર અને મહારાષ્ટ્ર્ર દ્રારા તો લોકડાઉન લંબાવવાની જાહેરાત થઈ ચૂકી છે અને અન્ય વધુ અસરગ્રસ્ત રાયો પણ લોકડાઉન લંબાવી શકે છે અને અમુક વિસ્તારોમાં નિયંત્રણો ચાલુ રાખી શકે છે