છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રંગપુર ખાતે આનંદ નિકેતન આશ્રમના વાર્ષિક દિવસ તેમજ હરિવલ્લભભાઈ પરીખના જન્મદિવસને શોષણ મુક્તિ,વ્યસન મુક્તિ તરીકે દર વર્ષે ૧૪ મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને રંગપુર ખાતે આવેલ આનંદ નિકેતન આશ્રમમાં સાદગી પૂર્ણ ઉજવવામાં આવ્યો હતો જેમાં પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખ ઉર્ફે પૂ.ભાઇ એ કરેલા આદિવાસી સમાજ માટેના કામોને યાદ કરવામાં આવ્યા હતા સમાજસેવામાં નવા જાેડાયેલા યુવાનોને પૂ.ભાઈના જીવન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. રંગપુર આનંદ નિકેતન આશ્રમના સ્થાપક લોક અદાલતના પ્રણેતા અને આદિવાસીઓના મસિહા પૂજ્ય હરિવલ્લભ પરીખનો જન્મ ૧૪ ડીસેમ્બર ૧૯૨૪ ના દિવસે સૌરાષ્ટ્ર ના ધાગધા શહેરમાં થાયો હતો.પૂજ્ય ગાંધીજીની પ્રેરણા થી ૨૫ વષઁની ઉંમરે તા.૧૪.૧૨.૧૯૪૯ ના દિવસે આનંદ નિકેતન આશ્રમની સ્થાપના કરી.ભારતીય ન્યાયતંત્રને લોક અદાલતની ભેટ આપનાર પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખના જન્મ દિવસને આદિવાસી જનતા વ્યસન મુક્તિ અને શોષણ મુક્તિ દિવસ તરીકે ઉજવતી.ભારતના તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ ચાર વખત રંગપુર આશ્રમની મુલાકાતે આવ્યા હતા.