અમદાવાદ-

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે, આજે પણ લાઈન જોવા મળી હતી. સવારે ચાર વાગ્યાથી લોકો કાર લઈને ડ્રાઈવ થ્રુ રસીકરણ માટે પહોંચ્યા હતા. જીએમડીસી ખાતે કારની લાંબી કતાર જોવા મળી હતી. જોકે વેક્સિન અપાશે કે નહી તેને લઈને લોકો અસમંજસમાં મુકાયા છે. કારણ કે વેક્સિનેશન સેન્ટર પર સિક્યોરિટી સ્ટાફ સિવાય કોઈ જ સવારે દેખાયુ ન હતુ.

કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે રસી એકમાત્ર હથિયાર છે, ત્યારે ગુજરાતમાં રસી આપવામાં ય અલગ અલગ નિયમો અપનાવતાં લોકોમાં રોષ ફેલાયો છે. કેમકે,મફતમાં રસી લેવી હોય તો ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જયારે રૂ1 હજાર આપો તો આ બધાય નિયમો લાગુ પડતાં નથી. ખુદ આરોગ્ય વિભાગે જ જાણે, પાછલા બારણે ખાનગી હોસ્પિટલો ને રસીના વેપારને પ્રોત્સાહન આપી રહ્યુ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ કયારે નંબર લાગે તે નક્કી નથી. શિક્ષિત વર્ગ તો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી જાણે છે. પણ એક મોટો વર્ગ એવો છે કે,,જેની પાસે સ્માર્ટ ફોન નથી. ઘણાં લોકો એવા છે જેમને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરતાં આવડતુ નથી. કોરોના ના ડરથી રસી લેવી છે પણ, રજીસ્ટ્રેશન કયાં અને કેવી રીતે કરાવવુ એ સવાલ છે.