અંક્લેશ્વર  અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન ઘેરી બનીરહી છે, બેફામ બનીને ફરતા લોકો માટે હવે નો સમય જાણે સંકટના વાદળો ઘેરીને આવ્યો હોવાનું સાબીત  થઇ રહ્યુ છે, અને અંકલેશ્વરમાં ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડ દર્દી ઓની સારવાર માટે બેડ પણ ખૂટી ગયા હોવાનું સૂત્રો દ્વારાજાણવા મળી રહ્યુ છે.ત્યારે કોરોના ના ભય ના કારણે  આરોગ્ય વિભાગ ના કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉપર લોકો ની લાંબી કતારો જાેવા મળે  હતી.પ્રાપ્ત સુત્રીય  માહિતી મુજબ અંકલેશ્વર માં કોરોના વાયરસ ગત વર્ષ કરતા પણતેજ  ગતિએ ફેલાય રહ્યો છે, બીજી તરફ સરકાર દ્વારા લોકોને વેક્સિનેશન માટેપણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે,ત્યારે અંકલેશ્વર માં કોરોના આઉટ ઓફકંટ્રોલ થઇ રહ્યો છે. અંકલેશ્વર શહેર, ગ્રામ્ય વિસ્તાર તેમજ જીઆઇડીસી માં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે લોકો પણ બેફામ બનીને ફરી રહ્યાછે.સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર માં હાલમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ ની સારવાર કરવામાં આવે છે, પરંતુ આ હોસ્પિટલોમાં પણ બેડ ખૂટી ગયા છે.કોરોના સંક્રમિત દર્દી ઓ એ સારવાર માટે પણ વલખા મારવાપડી રહ્યા છે,અને આ દર્દીઓના સ્વજનો ની હાલત પણ દયનીય બની રહીછે.જ્યારે ખાનગી હોસ્પિટલ  ના તબીબો પણ પોતાના થી બનતી સેવા કરીનેદર્દીઓ ની સારવાર કરી રહ્યા છે.અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ તમામ ખાનગી હોસ્પિટલોમાં સંક્રમિત દર્દી ઓ થી હાઉસફુલ થઇ ગઈ છે. ખાસ કરી ને વેન્ટિલેટર ની પણ અછત વર્તાય રહી હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,અંકલેશ્વર ના શારદા ભવન હોલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.

નેત્રંગમાં કોરોના સંક્રમણથી ૪ના મોત કોરોના ૫ નવા કેસ

ભરૂચ, નેત્રંગમાં છેલ્લા બે દિવસમાં ગાંઘી બજાર વિસ્તારમાં બે, જીન બજાર વિસ્તારમાં એક, મોવી રોડ વિસ્તારમાં બે મળી કુલ પાંચ નવા કોરોના સંકમિતો થયા હોવાનું જાણવા મળેલ છે. અને નેત્રંગ-વાલીયા રોડ પર સેવાસદન વાળા વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષની ઉંમર ધરાવતી મહિલાનું પણ કોરોના કારણે સારવાર દરમિયાન બારડોલી ખાતે મોત થયું હતું, પરંતુ સાચી માહિતી જવાબદાર લોકો પાસેથી પણ જાણવા મળતી નથી, સાચી માહિતી આપવા અધિકારીઓ લાચાર છે કે પછી ઉપરથી જ પ્રતિબંધ લાગાવી દેવામાં આવેલ છે કે શું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે, કોરોના સંક્રમણના કારણે આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ જીવના જાેખમે જનઆરોગ્યની સુખાકારી માટે પોતાની ફરજ બજાવી રહયા છે.