શિનોર

શિનોર તાલુકાના સ્ટેટ હાઇવે ઉપર માર્ગ-મકાન તંત્ર દ્વારા ગુજરાત રાજ્યના ઉદ્યાનનું બોર્ડ લગાવી ને નેતાને વાલા થવાની લાયમાં ગુજરાત ઊંધું કરી નાખેલ છે કોઈપણ મંત્રી કેન્દ્રીય મંત્રી અધિકારી આવવાના હોય તો ક્યારે માર્ગ-મકાન તંત્ર સફાળું જાગી જાય છે અને ઝાડવાને કલર રોડ પર પટ્ટી રસ્તાની મરામત તથા જે તે યોજના ના બોર્ડ લગાડીને ખર્ચા ઉતારી દે છે સેગવા થી આનંદી અને પુનિયાદ વચ્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા બનાવેલા રોડ પર ગુજરાત રાજ્યનો નકશો દર્શાવતું બોર્ડ ઉતાવળમાં દેવાય છે તંત્ર દ્વારા જાણી જાેઈને ભૂલ કરાઈ કે ભૂલથી બોર્ડ ઉંધુ મારી દીધું તે તપાસનો વિષય છે આનંદી થી પુનિયાદ જવાનો રસ્તો જિલ્લા પંચાયત હસ્તક આવે છે સ્ટેટ હાઇવે થી આનંદી થી પુનિયાદજવાના પ્રવેશ સ્થાને જ આ બોર્ડ મારેલ છે.