વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના અંધેર વહીવટ અને પ્રજાના કાર્યો પ્રત્યેની દુર્લક્ષતાને પરિણામે અવારનવાર સંઘર્ષના બનાવો બનતા રહે છે. જેને લઈને પાલિકાના સ્ટાફને કેટલીકવાર પોલીસ રક્ષણ હેઠળ કામગીરી કરવાની ફરજ પડે છે. પાલિકાના કર્મચારીઓ અને આમ જનતા વચ્ચે વોર્ડ -૩ ની ઓફિસમાં ગરમા ગરમી ચૂંટતા હાથની મારામારીમાં પરિણમતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાને લઈને ઘભ્રાઈ ગયેલ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સિક્યુરિટીનો સ્ટાફ એક રૂમમાં ભરાઈ ગયો હતો. આ સમગ્ર બબાલ પાલિકાએ ગોઠવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા હંગામો મચાવનારાઓ સામે પાલિકાના વોર્ડ ઓફિસર કે અન્ય કોઈ અધિકારી પોલીસમાં ફરિયાદ નોંધાવશે એમ મનાય છે. આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર પાલિકાની વોર્ડ-૩ની કચેરી ખાતે કેટલાક સ્થાનિક નાગરિકો પોતપોતાની કામગીરી લઈને વોર્ડ-૩ ની કચેરીમાં ગયા હતા. પરંતુ ગોકળગાયની ગતિએ કામ કરવા ટેવાયેલા પાલિકાના કર્મચારીઓ પ્રજાના કામો પ્રત્યે વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાન આપતા નહોતા. 

તેમજ આજે એકદમ ધીમી ગતિએ કામ કરતા હોવાથી લાંબા સમયથી વોર્ડ ઓફિસે કામ માટે આવેલા લોકો વોર્ડ ઓફિસના સ્ટાફ પર ગુસ્સે ભરાયા હતા. જેની સામે સત્તા પર બેઠેલાઓએ ગરમી બતાવતા એકલાંએકલી આમ જનતાનો ગુસ્સો પણ આસમાને ગયો હતો. જેને લઈને પ્રથમ જીભાજાેડી પછીથી છુટા હાથની મારામારી થવા પામી હતી. આ બાબત આગળ વધતા બંને પક્ષો વચ્ચે મારામારી થવા પામી હતી. સ્થિતિની ગઁભીરતા અને પ્રજાનો ગુસ્સો પામી ગયેલા પાલિકાના કર્મચારીઓ એક રૂમમાં ઘભ્રાઈને પુરાઈ ગયા હતા.