અમદાવાદ-

અમદાવાદ ભગવાન જગન્નાથના રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં આજે ખલાસીભાઈઓ દ્વારા 120 જેટલા ખલાસી બંધુઓનું લિસ્ટ મંદિર ટ્રસ્ટને સોપી દેવામાં આવ્યું છે. આ 120 ખલાસી ભાઈઓ પહેલા ડોઝનું વેક્સિનેશન કરી દીધું છે. અને તંદુરસ્ત અને તમામ 120 ખલાસી યંગ અને જાણકાર છે. આ તમામ ખલાસીઓ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હજી સુધી સરકાર દ્વારા કોઈ ગાઈડલાઇન આપવામાં આવી નથી પરંતુ આ ખલાસી બંધુઓ ફરજિયાત માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો પૂરો ઉપયોગ કરશે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભગવાનના મંદિરમાં રથયાત્રને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ખલાસી બંધુ દ્વારા 120 ખલાસીઓને લિસ્ટ આપી દેવમાં આવ્યું છે. જોકે ખલાસી બંધુઓનું કહેવું છે કે વર્ષોથી રથને ખેંચીને ભગવાનને નગરચર્યા કરાવીએ ત્યારે આ વર્ષે કેમ યાંત્રિક રીતે ભગવાનને નગરચર્યા કરાવી. ટ્રેકટર દ્વારા જો રથને ખેંચવામાં આવે તો રથને નુકશાન થાય નાની નાની ગલીઓમાં રથ જાય એમ નથી અચાનક વળાંક લઈ શકાય તેમ નથી. તો બીજી તરફ બગીમાં પણ ભગવાનને બેસાડવા માટેની શક્યતા નહિવત છે. ભગવાનની મૂર્તિઓ બગીમાં આવી શકે તેમ નથી. આ વિષે જનસત્તા લોકસતા સાથે વાત કરતાં ખલાસ કૌશલ એ જણાવ્યુ હતું કે ગયા વર્ષે પણ અમે ટ્રેકટરથી ટ્રાયલ લેવા માટે કોશિશ કરી હતી પરંતુ રથને વધુ નુકશાન થયું હતું જે આ વખતે પણ બની શકે છે. જો યાંત્રિક રીતે રથ લઈ જઈએ અને રસ્તામાં રથને નુકશાન થાય તો રથયાત્રાને પૂરી કરવામાં સમય લાગી શકે છે. જોકે હજી સુધી સરકારએ કોઈ નિર્ણય લીધો નથી કે અમને કોઈ ગાઈડલાઇન આપી નથી પરંતુ અમે અને અમારા બંધુઓ તૈયાર છીએ. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા ખલાસી બંધુ સાથે જ નીકળશે તેવો અમને વિશ્વાસ છે.