વડોદરા, તા. ૨૧

આજે શનેશ્ચર અમાસ હોવાથી અનેક લોકો મોટી સંખ્યામાં ભગવાન શનિ મહારાજના દર્શનાર્થે ઉમટયાં હતા. શહેરના વાડી વિસ્તારમાં આવેલ શનિમંદિરમાં ભગવાન શનિદેવ મહારાજનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તેે સિવાય મોટી સંખ્યાં ભક્તો દ્વારા હોમ - હવન તેમજ ગરીબોને ભોજન કરાવીને અન્નદાન કર્યું હતું.

હિંદુ માન્યતા અનુસાર , જે લોકોને શનિની પનોતી ચાલતી હોય તેવા લોકો શનેશ્ચર અમાસના દિવસે જપ – તપ અને દાન કરે તો તેઓને પનોતીમાં રાહત થાય છે. આજે શનેશ્ચર અમાસ હોવાથી લોકો ગૌશાળામાં ગાયને તેમજ વસ્ત્ર દાન , અન્નદાન સહિતનું દાન કર્યુ હતું. તે સિવાય નર્મદા તટે આવેલ નાની – મોટી પનોતી અને કુબેર ભંડારી ખાતે મોટી સંખ્યાંમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ હતું.શનેશ્ચર અમાસ હોવાથી માંજલપુર , દાંડીયાબજાર અને વાડી વિસ્તાર ખાતે આવેલ શનિમંંદિરોમાં ભક્તોની ભીડ ઉમટેલી જાેવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તો કાળાં તલ અને તેલ ચઢાવીને તેમનું વર્ષ અડચણ વિના પસાર થાય તે માટેની પ્રાર્થના કરી હતી.