વડોદરા, તા.૨૭ 

વરસોની પરંપરા મુજબ અષાઢી એકાદશી નિમિત્તે માંડવી Âસ્થત ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિરથી નીકળતો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો આ વરસે કોરોનાની મહામારીના કારણે રાજમાર્ગો ઉપર નહીં નીકળે, નાના રથમાં મંદિરના પરિસરમાં જ નીકળશે. માંડવી Âસ્થત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલનાથજી મંદિરથી વર્ષમાં બે વાર ભગવાન નગરચર્યાએ નીકળે છે પરંતુ આ વરસે કોરોના મહામારીના કારણે પોલીસ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં નહીં આવતાં તા.૧ જુલાઈ દેવપોઢી એકાદશીએ નીકળનાર ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો આ વરસે જાહેર માર્ગો ઉપર નહીં નીકળે. વિઠ્ઠલનાથજી મંદિરના મુખીયાજી હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે, ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નહીં નીકળે પરંતુ રાજવી પરિવાર દ્વારા સવારે પરંપરા મુજબ ભગવાનની પૂજા-અર્ચના બાદ મંદિર પરિસરમાં નાના રથમાં ભગવાન વિઠ્‌લનાથજી પધારશે. એકાદશીએ ભક્તો સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૭ સુધી દર્શન કરી શકશે. જા કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે. આમ ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાદ વિઠ્ઠલનાથજીનો વરઘોડો આ વરસે કોરોનાની મહામારીના કારણે નહીં નીકળે અને પરંપરા મુજબ તમામ કાર્યક્રમો મંદિર પરિસરમાં જ યોજાશે.