ભાવનગર, પાલિતાણામાં એક માસ પૂર્વે હિંદુ યુવતીને જાકિર હારુનભાઈ સૈયદ નામના યુવકે ભગાડી ગયાના બનાવથી ભારે ચકચાર મચી હતી. આ બનાવમાં પાલિતાણા ટાઉન પોલીસમાં જાણવા જાેગ નોંધાયા બાદ યુવક-યુવતીને સુરતથી ઝડપી લઈ પુછપરછ કરતા બંન્નેને પ્રેમસંબંધ હોવાથી ઘરેથી ભાગી જઈ દિલ્હીની કોર્ટમાં લગ્ન કર્યાં તથા મદિના મસ્જીદ જાફરાબાદ, દિલ્હીમાં નિકાહ કર્યાં હતા અને તે અંગેના મેરેજ સર્ટિફિકેટ તથા નિકાહનામાં કોર્ટમાં રજુ કર્યાં બાદ બંન્ને પુખ્ત હોવાથી કોર્ટે બંન્નેને સાથે રહેવા દેવા હુકમ કર્યો હતો. દેખીતી રીતે સામાન્ય લાગતા આ કેસમાં ભાવનગર ક્રાઈમબ્રાંચે યુવક-યુવતીએ રજુ કરેલા પ્રમાણપત્રોની ઝીણવટભરી તપાસ કર્યાં બાદ ખરાઈ કરવા ક્રાઈમબ્રાંચની એક ટીમ દિલ્હી ગઈ જ્યાં મદિના મસ્જીદના ઈમામ મૌલાના મોહમંદ શમીમ કલેખાન કાસમીએ આવા કોઈ નિકાહ થયાં નહી હોવાનું તથા કોર્ટમાં રજુ કરેલું નિકાહનામું નકલી હોવાનું જાણાવ્યું હતું. આ મામલે ક્રાઈમબ્રાંચની ટીમે ભોગ બનનાર યુવતીની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, દિલ્હીની તીસ હજારી કોર્ટના વકિલ નીતુ અનુપસિંગ વત્સની ઓફિસમાં ગત તા. ૨૬/૧૧/૨૦૨૧ના રોજ મૌલાના દ્વારા તેને કલમો પઢાવી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવ્યા હતા. આમ નિકાહનામામાં નિકાહ મદિના મસ્જિદ, જાફરાબાદ, દિલ્હીમાં થયાં હોવાના ખોટા દસ્તાવેજાે બનાવી યુવતીનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું. આ લોકોએ ખોટાં બનાવેલા નિકાહનામા તથા ધર્મપરિવર્તનના ખોટા સર્ટિફિકેટ બનાવી અને ખોટા સરનામાંવાળા ભુતિયા સાક્ષીઓ ઊભા કરી નિકાહ કર્યાં હતા તથા યુવતીનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું. આ મામલે ક્રાઈમબ્રાંચે જાકિર હારૂનભાઈ સૈયદ (રહે. પાલિતાણા), ગુલાબ હબીબખાન પઠાણ (રહે. વડવા, ભાવનગર), આફતાબ ઉર્ફે અલ્તાફ અહેમદ શેખ (રહે. શેખ ફળિયા, કોડિનાર), મહમદસાહિલ ઉર્ફે સાહિલબાપુ મહમદ અમીન કાદરી (રહે. કોડિનાર) તથા દિલ્હીના મહિલા વકિલ નિતુ અનુપસિંગ વત્સ (રહે. મુંડકા, ન્યુ દિલ્હી) અને વકિલનો માણસ રાજેશભાઈ (રહે.દિલ્હી) વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વડવામાં રહેતા ગુલાબ હબીબખાન પઠાણે યુવક-યુવતીનો સંપર્ક કોડિનારના વકિલ આફતાબ અહેમદહુશેન શેખ તથા તેના મિત્ર મહમદસાહિલ મહમદઅમીન કાદરીનો સાથે કરાવ્યો અને આ બંન્નેએ દિલ્હી એરપોર્ટ પરથી યુવક-યુવતીને પીકઅપ કરી વકીલ નીતુ વત્સની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં ઓફિસમાં જ નિકાહ પઢાવ્યા હતા. ક્રાઈમબ્રાંચે આ મામલે ચાર આરોપીઓને ઝડપી લીધાં છે જ્યારે દિલ્હીના મહિલા વકિલ નિતુ વત્સ અને તેનો માણસ રાજેશને ઝડપવાના બાકી છે. પોલીસ ઝડપાયેલા ૪ આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ચારેય આરોપીના આગામી તા. ૧૦/૦૧/૨૦૨૨ સુધીના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. હિંદુ યુવતીને ભગાડ્યા અંગેની પાલિતાણા પોલીસમાં નોંધાયેલી જાણવા જાેગની તપાસ ક્રાઈમબ્રાંચ પાસે આવ્યા બાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ બંન્ને કપલે કોર્ટમાં રજુ કરેલા દસ્તાવેજાેની ઝિટવટભરી તપાસ કરતા દસ્તાવેજાેમાં તારીખની વિસંગતતાઓ ધ્યાને આવી હતી જેથી આ મામલે ઊંડી તપાસ કરવા એક ટીમ દિલ્હી મોકલતા સત્ય સપાટી પર આવ્યું હતું.

ધ્રાંગધ્રાની કોલેજીયન યુવતીને પોલીસ પંજાબ બોર્ડર પાસેથી પરત લઇ આવી

ધ્રાંગધ્રાઃ ધ્રાગધ્રા કોલેજમા અભ્યાસ કરતી યુવતી વિધમીઁ યુવાન સાથે નાશી છુટી હતી જેથી તેઓના માતા-પિતા દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તાત્કાલિક યુવતિના મોબાઇલ ટ્રેસ તથા કોલ ડીટેઇલ્સના આધારે યુવતિ સુધી પહોચી તેને પંજાબ બોડઁર પરથી પરત લાવી માતા-પિતાને સોપી હતી. જ્યારે જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરની કોલેજ ખાતે અભ્યાસ કરતી યુવતિના પોતે ૧૮ વષઁ પુણઁ થતા આ યુવતિ કોલેજની પરીક્ષા આપી બારોબાર પોતાના ઇન્સ્ટાગ્રામ થકી સંપકઁમા આવેલા વિધમીઁ યુવાન સાથે નાશી છુટી હતી આ તરફ યુવતિની પરીક્ષા પુણઁ થયાના કલાકો બાદ પણ ઘરે પરત નહિ ફરતા માતા-પિતા દ્વારા શોધખોળ કરી પોલીસ સ્ટેશને જાણ કરી હતી જ્યારે પોલીસે પણ યુવતિના પ્રકરણને ખુબ જ ગંભીર ગણી સતઁકતા સાથે મોબાઇલ ટ્રેસ તથા કોલ ડીટેલ્સના આધારે યુવતિ સુધી પહોંચવામાં સફળતા મળી હતી જેમા યુવતિની લોકેશન ટ્રેસ થતા પંજાબ બોડઁર ખાતેથી નાશી છુટેલ યુવતિને પરત લાવી તેઓના માતા-પિતાને સોંપવામાં આવતા યુવતિના પરિવારજનો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરી રાહતનો શ્વાસ લીધો હતો.