અમદાવાદ-

અમદાવાદ સહિત રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં સારો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરથી વરસાદ પડશે આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાસ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, અને ઉત્તર ગુજરાત ઉપરાંત નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દીવ, દમણ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હજી કેટલાક જીલ્લાઓમા વરસાદની ઘટ છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદ નહિવત બરાબર છે એ જીલ્લાઓમા પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતી એ જણાવ્યુ હતું કે 24 થી 28 જુલાઇ સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાસ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા પ્રેસરને કારણે 5 દિવસ વરસાદ રાજ્યને મળશે. અમદાવાદમાં પણ સારો વરસાદ પડશે. સિઝનનો હજી 10 ટકા પણ વરસાદ પડ્યો નથી કેટલાક જિલ્લાઓ વરસાદ વગરના છે. આ જિલ્લામાં ખેડૂતો હવે વરસાદ માંગી રહ્યા છે.