મુંબઈ-

itelની vision સીરીઝને ગત વર્ષે ઘણી સફળતા મળી છે. જે બાદ હવે itelને vision સીરીઝના vision 1pro સ્માર્ટ ફોનને લોંચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 6.52 ઈંચની HD + IPS વોટરડ્રોપથી લેસ સ્ક્રીન અને 4 કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. itel vision 1proની કીંમત 6,599 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનને itel-mobile.com વેબસાઈટ પર પણ લીસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ હાલ તેની ઉપલબ્ધતાને લઈને કોઈ જાણકારી સાર્વજનિક નથી કરાઈ. itel vision 1 pro ફોનને ગ્રાહક બે કલર ઓપ્સનમાં ખરીદી શકે છે. જે ઓરોરા બ્લૂ, ઓશન બ્લૂ છે. તો ચાલો તમને જણાવીએ આ બજેટ ફોનની દરેક ખાસિયતો વિશે.

ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. જેનો પ્રાઈમરી કેમેરો 8 મેગાપિકસલનો છે. તેમજ સાથે બે VGA સેંસર અને એક ફલેશ લાઈટ મળશે. સેલ્ફી અને વિડિયો કૉલિંગ માટે ફોનમાં 5 મેગાપિકસલનો કેમેરો AI બ્યૂટી મોડ સેથે આપવામાં આવ્યો છે.

vision 1pro યૂઝર્સને 4000mAHની બેટરી અને 800 કલાક સ્ટેન્ડબાય અપાયુ છે. મ્યૂઝીક ચલાવતા સમયે 35 કલાક, વિડીયો ચલાવતા સમયે 7 કલાક અને ગેમ રનતી વખતે 6 કલાકનો સપોર્ટ મળશે.

TRANSSION Indiaના CEO અરીજીત તલપાત્રાએ vision 1proને લોંચ કરતા સમયે 'ભારત બઢેગા નયે વિઝન કે સાથ' મેસેજ આપ્યો છે. તાલાપાત્રા અનુસાર વિઝન 1 પ્રોનું લોંચ અમારા ગ્રાહકોના અનુભવને વધારાવાના હેતુખી બનાવાયો છે. અમે વ્યાજબી કીંમતે vision 1proને શાનદાર ડિઝાઈન અને ઓફર્સ સાથે લોંચ કર્યો છે. તેઓએ કહ્યુ કે, કંપનીને આશા છે કે vision 1pro બજેટ સેંગમેંટમાં એક નવો બેંચમાર્ક સેટ કરશે.

લો બજેટ સ્માર્ટફોનના માર્કેટમાં itel જાણીતી કંપની

આઈટેલે વર્ષ 2020માં 6000રૂપિયાના સ્માર્ટફોનમાં 6 કરોડથી વધારે યૂઝર્સ બેઝ તૈયાર કર્યો છે. સાથે જ ગ્રાહકોમાં પસંદીદા બ્રાંડ બનવાનો મુકામ પણ હાસિલ કર્યો છે. જણાવી દઈએ કે આઈટેલને તેના લો બજેટ સ્માર્ટફોનના લીધે ઓળખવામાં આવે છે. થોજા દિવસો પહેલા કંપનીએ એ- સીરીઝમાં આઈટેલ એ25 સ્માર્ફોન લોંચ કર્યો બહતો જેની કીંમત 3,999 રૂપિયી હતી.