નવી દિલ્હી 

શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્રારા આઇપીએલ થી પ્રેરાઇને લંકા પ્રિમીયર લીગની શરુઆત કરી છે. જેમાં પાકિસ્તાનના પણ કેટલાક ખેલાડીઓ પણ જુદી જુદી ફેન્ચાઇઝી ટીમમાં ભાગ લઇ રહ્યા છે. પાકિસ્તાનનો પુર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ ગાલે ગ્લેડિએટર્સનો હિસ્સો બન્યો હતો. પરંતુ ત્રણ મેચ રમ્યા બાદ આફ્રિદી શ્રીલંકા થી પરત પાકિસ્તાન ફરીને બધાને ચોંકાવી દીધા છે. પોતાની પર્સનલ ઇમરજન્સી બતાવીને તે એલપીએલ છોડીને ઘરે પરત ફર્યો છે. ઘરેલુ સ્થિતી ઠીક થતા તે ફરી થી જોડાઇ જશે. ઉલ્લેખનીય છે તે તેની ટીમ આફ્રિદીની કેપ્ટનશીપમાં રમેલી ત્રણેય મેચ હારી ચુકી છે.

ટી-20 એલપીએલ લીગ ટુર્નામેન્ટ ના પ્રથમ આયોજનમાં જ ગાલે ગ્લેડિએડીટર્સ સાથે શાહિદ આફ્રિદી જોડાયો હતો. જોકે તેને આ લીગમાં સફળતા હાંસલ થઇ શકી નહી. તે તેની આગેવાનીમાં રમેલી તમામ ત્રણેય મેચમાં હાર સહન કરી હતી અને પોઇન્ટ ટેબલમાં પણ તેની ટીમ તળીયા પર રહી જવા પામી હતી. જોકે તેણે ક્રિકેટમાંથી સંન્યાસ બાદ પણ લીગ ક્રિકેટ રમતા પહેલી મેચમાં તેણે 23 બોલમાં 58 રન કર્યા હતા. જોકે બાદમાં 12 રનની રમત રમી શકયો હતો અને ત્રીજી મેચમાં ગોલ્ડન ડક આઉટ થયો હતો. કેંડી ટસ્કરની સામેની મેચમાં અફઘાનીસ્તાની ખેલાડી નવીન ઉલ હક થી વિવાદ થયા બાદ શાહિદ આફ્રિદી ખૂબ ચર્ચામાં રહ્યો હતો. 

આફ્રિદી ને શ્રીલંકામાં લીગ માટે થઇને અગાઉ થી જ ક્વોરન્ટાઇન સમયગાળામાં રાહત અપાઇ હતી. તે સમયે તેની શ્રીલંકાની ફ્લાઇટ પણ છુટી ગઇ હતી અને તે મોડો આવ્યો હતો. જોકે આ વખતે પણ તેને ઘરે જઇને આપીને ત્રણ દીવસ પછી ટીમ સાથે ફરી થી જોડાઇ જવાની પરવાનગી અપાઇ શકે છે. જોવાનુ એ છે કે શ્રીલંકન ક્રિકેટ આની પર કેવા પ્રકારના નિર્ણયો લે છે. જોકે ગાલે માટે આફ્રિદીની ગેરહાજરી મોટો ઝટકો છે.