લુણાવાડા : લુણાવાડા ખાતે આવેલી કેનેરા બેંકનું કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ચર્ચા જ્યારે સમગ્ર પંથકમાં ચકચાર જગાવ્યો છે ત્યારે એક પછી એક ખેડૂતો આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું બહાર આવતું જાય છે. ખેડૂતો સાથે છેતપીંડીથી કરીને લોનના નામે રૂપિયા પડાવી ને માર્કેટ માં મોટા પાયે વ્યાજની વસૂલી જ્યારે બેંકના કર્મચારીઓ દ્વારા જ્યારે કરવામાં આવી રહી છે ત્યારે શું કોઈ ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવશે કેમ તે અંગે શંકા છે.  

ગરીબ ખેડૂતો સાથે ખેતીની ક્રોપ લોનમાં બેન્કના કર્મચારી અને વચોટીયા એજન્ટો દ્વારા ગરીબ ખેડૂતો જોડે છેતરપિંડી કરી ખેડૂતોના નાણાં ચાઉ કરી જવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે જિલ્લાના ગરીબ ખેડૂતો પાસે બેન્કના મેનેજર સહિત કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી ગરીબ ખેડૂતોના ઘરે ઘરે જઈ ડોકયુમેન્ટ લઈ સીધી લોન લુણાવાડાની કેનરા બેન્કમાં કરીને મોટા ભાગના નાણાં એજન્ટ અને બેન્કના કર્મચારીઓની મિલી ભગત કરીને ખેડૂતને માત્ર ને માત્ર ૫૦ હજાર આપીને ખેડૂતો સાથે મોટી છેતરપિંડી કરી નાણાં ઘર ભેગા કર્યા હોવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે હાલ તો ગરીબ ખેડૂતો કેનરા બેન્કના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ બેન્ક માંથી કાઢી મુકવામાં આવી રહ્યા છે જોકે ખેડૂતોએ ખેતીની નકલો કઢાવતા નકલ માં ૫ લાખની લોનનો બોજો ચડી ગયા હોવાનું બહાર આવતા ખેડૂતો ને નામે મોટી લોન બતાવીને બેંકના કર્મચારીઓ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે બેંકના કર્મચારીઓ અચાનક રજા પર ઉતરી જતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તો બહુ મોટા કૌભાંડ બહાર આવી શકે એમ છે.

આશરે ૧૫૦૦ જેટલી ફાઈલો માં આ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ ખેડૂતના નામે મોટી લોન બીજો પડાવીને ઓછા રૂપિયા આપીને મસમોટું કૌભાંડ આચર્યું છે.