વડોદરા, તા.૩૦

શહેરમાં ટુંક સમયમાં ભારે જટીલ મનાતી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો ચેન્નાઈની જાણીતી એમજીએમ હેલ્થકેરના સહયોગથી પ્રાણાયામ લંગ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ ખાતે પ્રારંભ કરવામાં આવશે.

ભારતના સૌથી સફળ કાર્ડિયોથોરેસીક અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.કે.આર. બાલકૃષ્ણનના નેતૃત્વ એમજીએમ હેલ્થ કેર ચેન્નાઇમાં હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ અને મિકેનિકલ સર્ક્‌યુલેટરી સપોર્ટ સંસ્થાના સહયોગથી લંગ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે સ્ટેટ ઓફ આર્ટ ક્લિનિકલ સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ અંગે પ્રાણાયામ લંગ અને હાર્ટ ઈન્સ્ટિટ્યુટના મેડિકલ ડિરેક્ટર અને પલ્મોનોલોજિસ્ટ, ડો.અર્પણ શાહે જણાવ્યું હતુંકે કે.આર.બાલકૃષ્ણનએ કુશળતાપૂર્વક ૫૦૦થી વધુ હાર્ટ અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી છે અને હવે તે વડોદરાના રહીશોને એક છત્ર હેઠળ નિષ્ણાતો દ્વારા આરોગ્ય લક્ષી સુવિધાઓ આપશે.

તેમની સાથે ડો.સુરેશ રાવ કે.જી., ડો.પ્રકાશ લુધાણી અને એમ.જી.એમ. ચેન્નાઈના ડો. સૌમિત્ર સિન્હા રોય તેમજ પ્રાણાયામ લંગ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યુટના ડો.સી.એમ.શાહ ,ડો ઉમંગ શાહ , અને ડો. વિહંગ શાહ સહિત બંને સંસ્થાના ટીમના સભ્યો જાેડાશેણે સારી સેવા આપશે. લાખો લોકો ટ્રાન્સપ્લાન્ટની રાહ જાેતા મૃત્યુ

પામે છે,

જેનું કારણ અયોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈચ્છાશક્તિ તેમજ અંગદાનની પ્રક્રિયાની જાણકારીનો અભાવ છે. એક બ્રેઈનડેડ વ્યકિત નવ વ્યકિતઓને નવી જીંદગી આપી છે અને તેની માટે અંગદાનનું જાગૃતી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે જયારે આયુષ્યમાન કાર્ડમાં પણ ટ્રાન્સપ્લાન્ટના ખર્ચને સમાવવા પ્રયાસ શરૂ કરાયા છે.