ન્યૂ દિલ્હી 

ફાર્માસ્યુટિકલ ઉત્પાદક લ્યુપિનએ ગુરુવારે જણાવ્યું હતું કે તેનો ચોખ્ખો નફો ૩૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૧૮ ટકા વધીને રૂ. ૪૬૦ કરોડ થયો છે. કંપનીએ કહ્યું કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણમાં વધારો થવાને કારણે તેનો નફો વધ્યો છે. મુંબઇ સ્થિત કંપનીએ ૨૦૧૯-૨૦ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ૩૯૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જાે કે લ્યુપિને એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ગાળામાં કામગીરીથી તેની ચોખ્ખી આવક ઘટીને રૂ. ૩,૭૮૩ કરોડ થઈ છે. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. ૩,૮૪૬ કરોડ હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કંપનીએ ૧,૨૧૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૨૬૯ કરોડની ચોખ્ખી ખોટ હતી. આ સમયગાળા દરમિયાન કામગીરીમાંથી કુલ આવક રૂ. ૧૫,૧૬૩ કરોડ રહી છે જે ૨૦૧૯- ૨૦ માં રૂ. ૧૫,૩૭૫ કરોડ હતી.