વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય અને વર્ષોથી આ બેઠક પર સતત ચૂંટાતા આવતા હોઈ હવામાં ઉડતા મધુ શ્રીવાસ્તવનો તપતો સુરજ દુબત્તો જણાતા ધરતી પર આવી ગયાની પક્ષના કાર્યકરોમાં જાેરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં મહાનગર પાલિકાઓની ચૂંટણીઓમાં પુત્ર અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પુત્રીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટીકીટ ન અપાતા દબંગ ધારાસભ્યનો ઘમંડ પત્તાના મહેલની માફક કકડભૂસ થઇ ગયો હતો. જેને લઈને આખરે પરિસ્થિતિ પામી ગયેલા અને પુત્ર દિપક શ્રીવાસ્તવને વડોદરા મહાનગર પાલિકાની વોર્ડ-૧૫ માંથી ઉમેદવારી કરવાને માટે ટીકીટ ન ફાળવાતા અપક્ષ ઉમેદવારી કરાવવાનો પ્રયાસ કરનાર મધુ શ્રી વાસ્તવના પુત્રનું ફોર્મ બાયોલોજીકલ ત્રણ સંતાનોને લઈને રદ્દ થયું હતું. જયારે ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાએથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરેલા માપદંડ પ્રમાણે સગાંવાદના ધોરણે પણ ટીકીટ નહિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઈને મધુના પુત્ર અને પુત્રીની ટીકીટ કપાઈ ગઈ હતી.આથી ધુંઆપુંઆ થયેલા દબંગ માનતા ધારાસભ્ય ચાણછેદાયા હતા. તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટીકીટોની ફાળવણી વખતે પાર્લામેન્ટરી બોર્ડમાં હાજર હોવા છતાં કશું ઉકાળી શક્ય નહોતા. આથી પોતાને કદ પ્રમાણે એક જ ઝાટકે વેતરી દેવામાં આવ્યા છે.એવો ખ્યાલ આવતા મધુ શ્રીવાસ્તવ પોતાના હમ વતની અને રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો સંપર્ક કરીને શરણે થયાની તેજ અટકળો દિવસભર પક્ષમાં કાર્યકરોમાં કેન્દ્રસ્થાને રહેવા પામી હતી. પરંતુ આ બાબતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો સંપર્ક કરતા તેઓએ આ અટકળો પર પૂર્ણ વિરામ મુકતા જણાવ્યું હતું કે, હું ચાર પાંચ કલાકથી બહાર હતો. હમણાં જ મારી ઓફિસે આવ્યો ચુ.પરંતુ મધુ શ્રીવાસ્તવે મારો સંપર્ક કર્યાની જ઼ે તેજ અટકળો ચાલી રહી છે.એમાં કશું તથ્ય નથી.ન તો એમણે મારો સંપર્ક કર્યો છે.ન તો મને મળવા માટે આવ્યા છે.