વડોદરા, તા. ૨૪

આવતીકાલે વિનાયક ચતુર્થી હોવાથી માંડવી ખાતે આવેલ મહાકાળી મંદિરે ચિંતામણી ગણેશજીના સાનિધ્યમાં ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય મોદક આહુતિના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ચતુર્થી હોવાથી શહેરના વિવિધ ગણપતિ મંદિરોમાં પણ ભક્તો પૂજા – અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ઉમટશે.

આવતીકાલે ગણેશજીનો પ્રાગ્ટય દિવસ જેને વિનાયક ચતુર્થી અને માઘી ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે. લોક વાર્તા અનુસાર , માઘી ગણેશ ચતુર્થીના દિવસે પાર્વતી માતાએ પોતાના શરીરના મેલમાંથી ગણેશજીનું પ્રાગ્ટય કર્યુ હતું. જેથી આ ચતુર્થીને માઘી ચતુર્થી કહેવામાં આવે છે. શહરેના માંડવી વિસ્તારમાં આવેલ પૌરાણીક મહાકાળી મંદિરમાં ૧૭મી સદીથી એટલે કે ત્રણસો વર્ષ જૂના આ મંદિરમાં ચિંતામણી ગણેશજીની મુર્તિ પણ સ્થાપિત છે. કાલે વિનાયક ચતુર્થીના પ્રસંગે સવારે નવ કલાક થી સાંજે પાંચ વાગ્યા સુધી ગણેશ યાગ યોજાશે જેમાં મોદકની આહુતિ પણ આપવામાં આવશે. આ ગણેશયાગ મંદિરમાં સો વર્ષમાં પ્રથમ વાર યોજાશે તેવું હેમંત મહારાજે જણાવ્યું હતું.