મુંબઇ-

દેશમાં નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે મહારાષ્ટ્રની અમરાવતી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવી છે. અહીં નારંગી ઉગાડતા ખેડૂત પરિવારના બે સભ્યોનું મોત નીપજ્યું હતું. પહેલા મોટા ભાઇ અશોક ભુયરે આત્મહત્યા કરી હતી અને  જ્યારે નાનો ભાઈ અંતિમ સંસ્કારમાંથી પાછો આવી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એેટેક આવી ગયો જેના કારણે તેનુ મૃત્યુ થયુ હતું.

આત્મહત્યા પહેલાં અશોક ભુયરે રાજ્ય સરકારના પ્રધાન બચુ કડુને પત્ર લખીને મદદની માંગ કરી હતી. બચુ કડુ મહારાષ્ટ્ર સરકારમાં શિક્ષણ રાજ્ય પ્રધાન છે, જે આ ક્ષેત્રના સૌથી મોટા ખેડૂત નેતા તરીકે ગણવામાં આવે છે. તાજેતરમાં બચુ દિલ્હીમાં કડુ ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવ્યા હતા. ખેડૂતે પોતાના પત્રમાં લખ્યું છે કે નારંગી માટે બોલી લગાવનાર વેપારીએ છેલ્લી ક્ષણે માલ લેવાની ના પાડી હતી. જ્યારે ખેડૂતે આ સવાલ પૂછ્યો ત્યારે તેને પહેલા દારૂના નશામાં અને પછી જબરદસ્ત માર મારવામાં આવ્યો.

ખેડૂત અશોક ભુયરે આ મામલે ફરિયાદ કરી હતી. પરિવારે આરોપ લગાવ્યો છે કે ખેડૂત ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયો ત્યારે પોલીસ સ્ટેશનના અધિકારીએ તેને પણ માર માર્યો હતો, ત્યારબાદ ખેડૂતે આત્મહત્યા કરી હતી. જો કે, આ દરમિયાન પ્રધાનને એક પત્ર લખ્યો હતો. આ આપઘાત બાદ ગામલોકો અને તેમના પરિવારજનોએ પોલીસ મથકમાં ભારે હોબાળો મચાવ્યો હતો. એસએચઓ અને બીટ જમાદારને પગલા લેવા માંગ કરવામાં આવી છે.