દિલ્હી,

1984 નાં શીખ વિરોધી હિંસા કેસમાં દોષી જાહેર થયેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ યાદવને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. કોવિડ -19 ને પોઝેટીવ અને વધુ વય હોવાના આધારે યાદવે સુપ્રીમ કોર્ટ પાસે વચગાળાના જામીનની માંગ કરી હતી. આ કેસમાં તેને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સારવાર અંગે કોઈ ફરિયાદ વિના આ અરજીની સુનાવણી કરી શકતા નથી. દર્દીના સબંધીઓને હોસ્પિટલમાં જવાની મંજૂરી નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ એક સામાન્ય નિયમ છે અને તેનાથી વિરુદ્ધ કોઈ આદેશ જારી કરી શકાતો નથી.

આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ઇન્દિરા બેનર્જીએ કહ્યું હતું કે અરજદારની સારવાર માટે દરેક શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેના પરિવારને સારવાર સંબંધિત કોઈ ફરિયાદ નથી.  ન્યાયાધીશ ઇન્દિરા બેનર્જીની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે દોષી મહેન્દ્ર યાદવની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરી હતી. કોવિડ -19  પોઝેટીવ અને જેલમાં વધુ વય હોવાના આધારે યાદવે સુપ્રીમ કોર્ટ પાસે વચગાળાના જામીનની માંગ કરી છે.