સંતરામપુર તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા ખેડૂતો ચાલુ વર્ષે મેઘરાજાની મહેર નહિવત હતા ખૂબ જ ઉદાસ વદને પોતાની આપવીતી જણાવે છે અને કહી રહ્યા છે કે શ્રાવણ મહિનો આવી ગયો પરંતુ ચાલુ વર્ષે મન મૂકીને મેહુલિયો વરસ્યો ન હોવાને કારણે હાલમાં તમામ બિયારણ બબ્બે વખત વાવેલા પણ ભયંકર ગરમી ના કારણે પાક બળી જવા પામેલ છે. મેઘરાજા રિસાઇ જતા હાલમાં વરસાદ ના કોઈ ચિહ્નો જોવા મળતા નથી જેથી ખરીફ પાક પૂરેપૂરો નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે, 

અમુક ખેડૂતો પાસે બળદ અને હળ ન હોવાથી ટ્રેક્ટર દ્વારા કલાક ના ૮૦૦ થી ૯૦૦ રૂપિયા આપીને વેચાતી ખેતી કરી છે તેને હાલમાં ભયંકર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતો ના હિતમાં કોઈ ર્નિણય લેવામાં આવે તેવી કિસાનો ની લાગણી અને માગણી છે.

 ત્યારે સંતરામપુર તાલુકાના ગામડાંના ખેડૂતોને ઘાસચારો માટે અને ખેતી ના બિયારણ પકવવામાં માટે ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે વર્તમાન સરકાર કૂવા તળાવ ભરવાની તૈયારી કરે તો આવનારા દિવસોમાં ખેડૂતો આ પાણી દ્વારા પોતાની ખેતી બચાવી શકે તેમ છે સરકાર દ્વારા તલાટી અને ગ્રામ સેવક ને ખેડૂતોના ખેતર ઉપર મોકલીને તપાસ કરાવીને અહેવાલ મોકલાવે તો ખેડૂતોને પડતી નુકસાનીમાં મદદ થાય તેમ છે.