અમદાવાદ-

શહેરના ખાનપુર દરવાજા પાસે કારનું એસી રીપેરીંગ કરનાર શખ્સ પાસે એસઓજીના કર્મચારી પહોંચ્યા અને એમડીની પડીકી માંગી હતી. આ શખ્સે પહેલા જણાવ્યું કે આવું, કંઈ નથી. બાદમાં અધિકારીને તેને પડીકી આપતા એસઓજીએ તેને ૭ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. રથયાત્રા નજીક છે તેવામાં એસઓજીએ ખાનગીમાં લાંબા સમયથી એમડી વેચાણ કરનાર બે શખ્સને ઝડપી ગુનો નોંધ્યો હતો.

એસઓજીના ડીવાયએસપી બી સી સોલંકીએ જણાવ્યું હતું કે, ર્જીંય્ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ ડી પરમાર તેમજ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ રાણા સહિત રથયાત્રાના પગલે પેટ્રોલિંગમાં હતી. આ સમયે સાબરમતી રીવરફ્રન્ટ સુભાષબ્રીજથી જમાલપુરબ્રીજ તરફ જતા ખાનપુર દરવાજાના પાછળના ભાગે ફુટપાથ પાસે આરોપીઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. બાતમી આધારે એસઓજીએ ખાનપુર દરવાજાના પાછળના ભાગે આરોપી ઇરફાન ઉર્ફે બબલુ ગુલાબખાન પઠાણ તથા ઇરફાન સાબીરહુશેન ફકીરની નશીલા માદક પદાર્થ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૭ લાખની કિંમતનો ૬૯ ગ્રામ ૬૯૦ મીલીગ્રામ મેથાએમ્ફેટામાઇનનો જથ્થો કબ્જે કર્યો છે. એસઓજીને બાતમી મળતા તેમને પહેલા એમડીના બંધારણી પાસે ખરીદી કરવી હતી બાદમાં પોલીસ પણ ગ્રાહક બની ગઈ અને ઓપરેશન પાર પાડયું હતું. આ મામલે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ માદક પદાર્થનો જથ્થો ક્યાંથી અને કોણે પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.