હાલોલ

અવકાશી યુદ્ધ એવા ઉતરાયણના તહેવારની ઉજવણી હાલોલ શહેર પંથકમાં ભારે ઉલ્લાસપૂર્વક કરવામાં આવેલ હતી. પાછલાં ૧૦ મહિના ઉપરાંતથી આપડા દરેક તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોવાથી, કોઈ તહેવારોની ઉજવણી થઈ શકેલ નહતી. જ્યારે હાલમાં પણ કોરોના સક્રિય હોવા છતાં લોકોને ઉતરાયણ ના તહેવાર નિમિત્તે પતંગો ચગાવવાની છુટ મળતા શહેરીજનોએ ભારે આનંદ માણ્યો હતો. જાેકે પાછલાં વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે શહેરની ગલીઓ, શેરીઓને સોસાયટીઓમાંથી “કાયપો છે” ની બુમો ખુબ જ ઓછી સાંભળવા મળી હતી. પરંતુ વિતેલા છેલ્લા આઠ માસમાં ગયેલા તહેવારો કરતા ઉતરાયણ પર્વની ઉજવણી શહેરીજનોએ રંગેચંગે કરી હતી. તેવી જ રીતના પર્વના આગલા દિવસે લોકો મોડી રાત સુધી પતંગ ને દોરની ખરીદી કરવા બજારમાં ઉમટી પડતા, પતંગ દોરનો ખરીદેલો બધોજ માલ વેચાઈ જતાં,વેપારીઓમાં ખુશી જાેવા મળી હતી. પર્વના દિવસે પતંગ રસીયાઓએ પોતાના ધાબા તેમજ અગાસીઓમાં પરિવારજનો, મિત્રો ને સ્વજનો સાથે પતંગ ચગાવી ને , ઉંધિયું જલેબીને ફાફડાનો આસ્વાદ માણ્યો હતો.મકરસંક્રાંતિ ના દિવસે એટલે કે ઉતરાયણના પાવન પર્વે હાલોલ શહેરમાં ચાલી આવતી પ્રથા મુજબ વડિલો દ્વારા આ દિવસે દાન કરવામાં આવે છે, જયારે યુવાનો ને નાંના ભુલકાઓ વહેલી સવારથી ધાબા ને અગાસીઓ પર ચઢીને પતંગો ચગાવી આનંદ માણે છે. ત્યારે મહિલાઓ દ્વારા શહેરના વડોદરા રોડ આવેલ ગૌ શાળાએ જઈને બાજરીમાં ઘી ને ગોળ નાંખીને બનાવાયેલ ઘુસરી ખવડાી હતી.

છોટા ઉદેપુરમાં પતંગ રસિકો દ્વારા પર્વની ઉજવણી

ઉત્સવ પ્રિયછોટા ઉદેપુરમાં બજાર વિસ્તાર સોસાયટી વિસ્તાર સહિત સમગ્ર વિસ્તારમાં આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ પતંગ રસિક આબાલ-વૃધ્ધો પોતાના મકાનોની અગાસીઓ ધાબાઓ ઉપર પતંગ ચગાવવા માટે ચડી ગયા હતા ત્યારે વારંવાર પવનની દિશા બદલાતા અને ક્યારેક પવન બંધ થઈ જતાં ક્યારેક પવન રસિકો નિરાશ પણ થયેલા જાેવા મળ્યા હતા પરંતુ સાંજે ચાર વાગ્યા બાદ એક ગતિએ પવન નીકળતા આકાશમાં પતંગો ઉડતી જાેવા મળી હતી અને ઢળતી સાંજે પતંગ રસિયાઓએ ધાબા ઉપર આતશબાજી કરી સાથે આકાશમાં ચાઇનીઝ ટુક્કલો - ગુબ્બારા ચગાવી પતંગોત્સવ નો અનેરો આનંદકોરોના કાળની પરિસ્થિતિમાં પણ મેળવ્યો હતો. આજે મકરસંક્રાંતિના ઉત્સવ ની ઉજવણી દરમિયાન ધાબા ઉપર બપોરના સમયે ઊંધિયું જલેબી તેમજ તલસાંકળી તલના લાડુ સીંગદાણાની ચીકી મમરાના લાડુ જેવી વસ્તુઓની જ્યાફત પણ માણી હતી.