વડોદરા -

વડોદરા જિલ્લાના વાઘોડિયાના દબંગ ધારાસભ્ય અને સતત વિવાદો સર્જીને મીડિયામાં ચમકતા રહેવાને માટે ટેવાયેલા ધારાસભ્યએ તંત્રની કાર્યવાહી પોતાની સામે કરવામાં આવે તો એની સામે પડકાર ફેંકીને વધુ એક વિવાદ સર્જ્‌યો છે. જેમાં જિલ્લાના વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હુંકાર કરતા તંત્રને પડકાર ફેંક્યો હતો કે કોરોનાના કાયદાનો હું ખુલ્લે આમ ભંગ કરું તોય તમે મારી સામે કેસ તો કરી જુઓ. હું તમને જોઈ લાઇટ્‌સ. ભૂતકાળમાં મેં અધિકારીઓને પણ છોડયા નથી. માર્યા છે. એ વાત ભૂલી ન જતા. એમ કહીને સત્તાના નશામાં અને અહમમાં રાજતા ધારાસભ્યને જાણે કે કોઈ કાયદાનો ડર રહ્યો ન હોય એવી રીતે તેઓ વાણી વિલાસ કરતા રહયા છે. તેમ છતાં ભાજપાની નેતાગીરી આ બાબતે પગલાં લઈને અધિકારીઓને સંરક્ષણ પૂરું પાડવાને બદલે ધારાસભ્યને છાવરી રહયા છે. એને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેઓએ વાયરલ કરેલા વિવાદમાં બેફામ વાણી વિલાસ કરતા જણાવ્યું હતું કે, મારી ઉપર કેસ કરનાર આજ દિવસ સુધીમાં કોઈ પેદા થયું નથી. મેં અધિકારીઓની સરા જાહેરમાં ધોબી મારની માફક ધોલાઈ કરેલી છે. સરકારે મંદિરમાં માસ્ક પહેરીને જવા માટેનો કોઈ કાયદો બનાવ્યો નથી. જો સરકાર મંદિરમાં માસ્ક પહેરવાનો આવો કાયદો બનાવશે તો હું એનો વિરોધ સર્વપ્રથમ કરીશ. સનાતન ધર્મમાં ક્યાંય મંદિરમાં માસ્ક પહેરીને કે મોઢું બાંધીને પૂજા કરવાનું લખ્યું નથી. એટલે મંદિરમાં માસ્ક વગર જવા માટે મારી સામે કેસ કરાશે તો હું કેસ કરનારને જોઈ લઇસ એવી આડકતરી ગર્ભિત ધમકી મધુ શ્રીવાસ્તવે ઉચ્ચારી છે.