આજકાલ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપે છે. એવામાં બધા લોકો નાસ્તામાં હળવો અને ટેસ્ટી ડિશીસ ખાવાની ઈચ્છા રાખતા હોય છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવવામાં આવતી સોજીની ઉપમા (રવા ઉપમા).

સામગ્રીઃ

અડધી વાટકી સોજી,એક વાટકી પાણી,ઘી અથવા તેલ,એક ચમચી રાઈ,4-5 મીઠા લીમડાના પાન,એક ચમચી સફેદ અડદની દાળ,એક ચમચી ચણાની દાળ,ચપટી હિંગ,બે ચમચી મગફળીના દાણા,6થી 8 ઝીણાં સમારેલાં કાજુ,એક ચમચી આદુ,બે ચમચી લીલા વટાણા,એક ચમચી ઝીણાં સમારેલા મરચાં.

બનાવવાની રીતઃ

સોથી પહેલાં ધીમા તાપે રવો ગરમ કરી શેકી લેવો.હવે એક કઢાઈમાં ઘી અથવા તેલ નાંખીને તેમાં અડદની દાળ, મગફળી અને કાજૂ શેકી લેવાં. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરવી. ત્યારબાદ એક વાટકામાં કાઢીને રાખી મૂકવી.ત્યાબાદ કઢાઈમાં ધી ગરમ કરવા મૂકવું અને તેમાં રાઈ, આદુ અને મીઠા લીમડાનાં પત્તા નાખીને વઘાર કરવો.બાદમાં ડુંગળી અને વટાણા નાખીને થોડીવાર માટે ચઢવા દો. હવે શેકેલો રવો અને તમામ સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરી લો.ત્યારબાદ પાણી નાખીને કઢાઈની ઉપર ઢાકણ ઢાકી દેવું અને 5 થી 10 મિનિટ સુધી ચઢવા દો.તૈયાર છે રવા ઉપમા. હવે તેની ઉપર કોથમીર નાખીને ગાર્નિશ કરી સર્વ કરો.